કાબુલ એરપોર્ટ પર ભયાનક આતંકી હુમલાનો ખતરો

કાબુલ એરપોર્ટ પર ભયાનક આતંકી હુમલાનો ખતરો
કાબુલ એરપોર્ટ પર ભયાનક આતંકી હુમલાનો ખતરો

તાત્કાલીક એરપોર્ટ છોડી દેવા અમેરિકી નાગરીકોને તાકિદ

બ્રિટન સહિતના અન્ય પશ્ર્ચિમી દેશોએ પણ નાગરીકોને નિકળી જવા તાકિદ કરી

તાલીબાની કબજા હેઠળના કાબુલ એરપોર્ટ પર ભયાનક આતંકવાદી હુમલાનો ખતરો હોવાથી અમેરીકા સહિતના પશ્ર્ચિમી દેશોએ કાબુલ એરપોર્ટ અને આસપાસના વિસ્તારોમાંથી તાત્કાલીક નિકળી જઇ દેશ છોડી દેવા તેના નાગરીકોને તાકિદ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

અત્યારે હજારો લોકો કાબુલ એરપોર્ટ પર એકઠા થઇ રહયા છે અને વિમાનમાં બેસવાની કોશીશો કરી રહયા છે. અમેરીકા, બ્રિટન સહિતના પશ્ર્ચિમી દેશો દ્વારા વિમાનો મારફત લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા અવિરત ચલાવવામાં આવી રહી છે. તાલીબાનોથી બચવા માટેની પ્રક્રિયામાં પણ મોટુ વિધ્ન આવ્યું છે અને ફલાયટની સંખ્યા પણ ઘટી ગઇ છે.

અત્યાર સુધીમાં 90 હજાર જેટલા અફઘાની અને વિદેશ નાગરીકોને અમેરીકા સહિતના દેશોએ એરલીફટ કરીને દેશની બહાર કાઢયા છે. હજુ પણ મોટી સંખ્યામાં લોકો કાબુલ એરપોર્ટ અને આસપાસ ધામા નાખીને પડયા છે અને રેસ્કયુ થવાની રાહ જોઇને બેઠા છે.

અમેરીકાના પ્રમુખ જો બાઇડને અમેરીકી દળો અને નાગરીકોને બહાર કાઢી લેવાની આખરી મુદત નક્કી કરી લીધી છે. નાગરીકોને તાત્કાલીક કાબુલ એરપોર્ટ પરથી નીકળી જવાનો આદેશ આપ્યો છે.

Read About Weather here

અમેરીકાના પ્રમુખના સલાહકારોએ ભય વ્યકત કર્યો છે કે, કાબુલ એરપોર્ટ પર ભયાનક મોટો આતંકી હુમલો થઇ શકે છે. ઓસ્ટેલીયાના વિદેશ ખાતાએ પણ આતંકી હુમલાનો ભય વ્યકત કર્યો છે. લંડને પણ તેના નાગરીકો માટે ચેતવણી સુચક એડવાયઝરી બહાર પાડી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here