કર્ણાટક એરપાર્ટ પરથી અમેરિકાથી ૨.૮ કરોડના આઇફોન લઇ આવતું દંપતી ઝડપાયું



વિદેશમાંથી સસ્તો સામાન લઇને તેને કોઇ પણ પ્રકારનો ટેક્ષ ભર્યા વગર ભારતમાં લાવવાની સ્મગિંલગની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે. ક્યારેક દવાઓ હોય છે તો ક્યારેક સોનુ હોય છે, જેનું લોકો સ્મગિંલગ કરે છે. જેને મોટાભાગે રપોર્ટ પર પકડવામાં આવે છે.

ત્યારે કર્ણાટકના બેંગલોરમાં એરપોર્ટ પર આવી જ એક ઘટના સામે આવી છે. બેંગલોરના કેમ્પેગૌડા એરપોર્ટ પર કસ્ટમ ડ્યુટીના અધિકારીઓએ એક દંપતી પાસેથી ૨.૮ કરોડ રુપિયાની કિંમતના આઇફોન જપ્ત કર્યા છે.

અધિકારે સોમવારે આ ઘટનાની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે રવિવવારે રાત્રે ૨૦૬ સીલપેકે આઇફોન -૧૨, આઇફોન પ્રો અને આફોન પ્રો મેક્સને જપ્ત કરવામાં આવ્યા છે. આ તમામ ફોન પેટીપેક હતા. આ દંપતી પાસેથી ૩૭ તો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ મળ્યા છે. આ દૃંપતિ ભારતીય મૂળનું હતું અને તેમની પાસેથી અમેરિકન પાસપોર્ટ મળ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ એક આંતરરાષ્ટ્રીય સ્મગિંલગનો ભાગ હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે આટલા બધા ફોન ભારતમાં લાવવા એ એક પ્રકારનો ગુન્હો છે. હાલમાં આ દંપતીની ધરપકડ કરવામાં આવી છે.