કરિયાણાની દુકાનમાંથી પણ નશાકારક ગોળીઓ વેચાણ કરવાનો કારસો રચાયો હતો

કરિયાણાની દુકાનમાંથી પણ નશાકારક ગોળીઓ વેચાણ કરવાનો કારસો રચાયો હતો
કરિયાણાની દુકાનમાંથી પણ નશાકારક ગોળીઓ વેચાણ કરવાનો કારસો રચાયો હતો

સૌરાષ્ટ્ર ગુજરાતમાં આયુર્વેદીક શીરપનાંં નામે નશાકારક પીણાઓ બાદ હવે આયુર્વેદિકના નામના બહાના હેઠળ નશાકારક ટેબ્લેટનો કારોબાર ધંમધમાવવા સાથે આવી નશાકારક ગોળીઓ મેડિકલ સ્ટોર સાથે કરિયાણાની દુકાનમાંથી સહેલાયથી મળી શકે તે પ્રકારનો ફૂલપ્રૂૂફ પ્લાન ઘડાય રહ્યાનું અને નશાનો કાળો કારોબાર સૌરાષ્ટ્ ગુજરાતમાં ફેલાવવા આયોજન થયાની હકીકત આખા રાજ્યમાં વિશ્વાસુ બાતમીદારોનું નેટવર્ક ધરાવતા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન લોકોના સહયોગથી ચલાવવા સતત કાર્યશીલ સુરત પોલીસ કમિશનર સુધી પહોંચતા સ્થાનિક પોલીસ મથકો સાથે પીસીબી, ડીસીબી અને એસઓજીને કામે લગાડવા ઊંચ્ચ અધીકારીઓને કેટલીક ચોક્કસ ટીપ સાથે કાર્યરત કરેલ. ભૂતકાળમાં પીસીબી પીઆઇ આર.એસ. સુંવેરા તથા ટીમ સાથે રહી એસ. ઓ.જી આ પ્રકારની કામગીરી કરી ચૂકી હોવાથી ડીસીપી રાજદીપ સિહ નકુમ અને પીઆઇ અશોક ચૌધરી દ્વારા વિવિધ ટીમો બનાવી, બાતમીદાર નેટવર્ક એકિટવ કરી શહેરભરમાં તપાસ સાથે સપ્લાયર ચેન શોધી કાઢવા મથામણ શરૃ કરેલ.

ઉપરોકત સુચના અન્વયે એસ.ઓ.જી.ના માણસોની અલગ-અલગ ટીમો બનાવી શહેરના અલગ-અલગ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન એએસઆઇ હિતેષસિંહ દિલીપસિંહ નાને મળેલ બાતમી આધારે ગોડાદરા મંગલ પાંડે હોલની બાજુમાં અંબિકા સ્વીટ દુકાનની સામે જાહેર રોડ પરથી પસાર થતા થ્રી-વ્હિલ ટેમ્પાને આંતરી ડ્રાઈવર ચંદુભાઈ કાનજીભાઈ લાઠીયા રહે. ઘર નં.૬૯ સુંદરબાગ સોસાયટી પુણાગામ સુરત વાળાના કબ્જામાંથી શંકાસ્પદ તરંગ નામની આયુર્વેદીક નશાકારક ગોળીઓ નંગ-૬૬,૫૬૦ કિ.રૃ.૬,૬૫,૬૦૦/-ની મત્તા નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

ઉપરોકત ઇસમ પાસેથી મળી આવેલ ગોળીઓ બાબતે પુછપરછ કરતા તેણે જણાવેલ આ ગોળીઓ આર્યુવેદિક ઔષધીઓથી બનેલ હોય અને તેમા થોડો નશો થતો હોય જેથી પૈસાની લાલચે આ ગોળીઓનુ વેચાણ કરતા કરીયાણા સ્ટોરના માલીકને આપવા માટે જતો હોવાની હકીકત જણાવેલ છે.