કંગના બાદ પ્રજ્ઞા ઠાકુરની વિવાદિત ટિપ્પણી !

પ્રજ્ઞા ઠાકુર
પ્રજ્ઞા ઠાકુર

બંગાળમાં તાડકાની સરકાર અને મુમતાઝની લોકશાહી : પ્રજ્ઞા ઠાકુર

પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની જીતને લઈને મધ્યપ્રદેશમાં પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે પશ્ર્ચિમ બંગાળ સરકાર પર વિવાદિત ટિપ્પણી કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે પશ્ર્ચિમ બંગાળને મુમતાઝની લોકશાહી જણાવતા હિંદૃુ કાર્યકરોની નિર્દયી હત્યા, બળાત્કાર અને હત્યા અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને લખ્યું હતું- હવે ટિટ ફોર ટૈટ કરવું જ પડશે એટલે કે જેવા સાથે તેવા.

Subscribe Saurashtra Kranti here

તેમણે કહૃાું કે હવે લોકોને આસામમાં આશરો લેવો પડી રહૃાો છે. આનો એકમાત્ર ઉપાય રાષ્ટ્રપતિ શાસન અને NRC જ છે. સંતો અને વીરોની ભૂમિ પર તાડકાનું શાસન થઈ ગયું. જો કે તેની પોસ્ટબાદ લોકોએ પ્રતિક્રિયા આપી છે. આ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલાકે તેને કાશ્મીર બનવાની શરૂઆત ગણાવી હતી અને કેટલાકે તેને ભાજપ માટે હારની વેદના ગણાવી હતી. લોકોએ આ માટે ભાજપ પણ ઘેરાવ કર્યો છે.

Read About Weather here

પ્રજ્ઞા ઠાકુરે ગત ચૂંટણીમાં ભોપાલ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને હરાવ્યા હતા. ત્યારબાદ, તેઓએ ઘણા મુદ્દાઓ પર વિવાદિત ટિપ્પણીઓ કરી છે. ત્યાર બાદ ભાજપને દૃૂર રહેવું પડ્યું. હાલના દિવસોમાં કંગના રાનૌત આવી જ એક ટિપ્પણી કરી ચૂકી છે, જેના ટ્વિટર હેન્ડલને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here