ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સમાં પાંચ દાયકાનું સૌથી ભયાવહ પૂર

    New-south wales-poor-AUSTRALIA-ઓસ્ટ્રેલિયા
    New-south wales-poor-AUSTRALIA-ઓસ્ટ્રેલિયા

    Subscribe Saurashtra Kranti here.

    ઓસ્ટ્રેલિયાના આ રાજ્યમાં ભારે પૂરને પગલે સંખ્યાબંધ લોકોને સલામત સ્થળ ખસેડવામાં આવ્યા

    ઓસ્ટ્રેલિયાના સૌથી વસ્તી ધરાવતા રાજ્ય ન્યુ સાઉથ વેલ્સમાં રવિવારે છેલ્લા પાંચ દાયકામાં ક્યારેય ના આવ્યું હોય તેવા પૂરને કારણે લોકોને સલામત સ્થળ ખસી જવા ચેતવણી આપવામાં આવી છે. ન્યુ સાઉથ વેલ્સ સ્ટેટ ઈમર્જન્સી સર્વિસે શિવાર રાત સુધી ૬૪૦ ફોન કોલનો જવાબ આપ્યો હતો અને તે પૈકી ૬૬ કોલ પૂરથી બચાવવા માટેના હતા.

    ઓસ્ટ્રેલિયાના આ રાજ્યમાં ભારે પૂરને પગલે સંખ્યાબંધ લોકોને સલામત સ્થળ ખસેડવામાં આવ્યા હતા. મધ્ય ઉત્તર કાંઠેથી અનેક જગ્યાએ રેસ્ક્યૂ માટેના આદેશ આપવામાં આવ્યા હોવાનું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. અતિભારે વરસાદને પગલે આ વિસ્તારમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે અને ૧૦૦ વર્ષમાં એકવાર જોવા મળે તેવું ભયાવહ પૂર હાલ આ સ્થળે જોવા મળી રહૃાું છે.

    Read About Weather here

    પશ્ર્ચિમ સીડનીના કેટલાક ભાગમાં શુક્રવાર સુધીમાં ૧૧.૮ ઈંચ વરસાદ ખાબક્યો હોવાથી અનેક સ્થળે પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. રવિવારે અહીંનો વારાગામ્બા ડેમ ઓવરલો થતાં રાજ્યમાં ૧૩ જેટલા રાહત કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. આગામી સમયમાં પણ હવામાન ખરાબ રહેવાની આગાહીને કારણે વધુ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સ્થાનિક તંત્ર લોકોને પાણી ભરાયા હોય તેવા સ્થળે નહીં જવા વિનંતી કરી રહૃાું છે. પાણીનું વહેણ વધુ હોવાથી લોકોના જીવનું જોખમ રહેલું છે. નીચાણાવાળા વિસ્તારોમાંથી લોકોનું સલામત રેસ્ક્યૂ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here