ધનુષે છૂટાછેડા વિશે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘અમે 18 વર્ષ સુધી મિત્રતા, કપલ, પેરેન્ટ્સ અને એકબીજાના શુભચિંતક બનીને ગ્રોથ, સમજણ અને પાર્ટનરશિપથી લાંબી સફર કરી છે.
સાઉથ એક્ટર ધનુષ અને સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યા રજનીકાંત લગ્નજીવનના 18 વર્ષ પછી એકબીજાથી અલગ થઈ ગયા છે. બંને સેલિબ્રિટીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તૂટેલા સંબંધની વાત શેર કરી. ધનુષ અને ઐશ્વર્યાને સાઉથમાં પાવર કપલ માનવામાં આવતું હતું.
તેવામાં આ ખબર આવ્યા પછી ફેન્સને તો જોરદાર ઝટકો લાગ્યો છે.આજે અમે જે જગ્યાએ ઊભા છીએ ત્યાંથી અમારા બંનેના રસ્તા અલગ થઈ રહ્યા છે. મેં અને ઐશ્વર્યાએ એક કપલ તરીકે અલગ થવાનો નિર્ણય લીધો છે.
Visit Saurashtra Kranti Homepage here
અમે પોતાને સારી રીતે સમજવા માટે સમય આપવા ઇચ્છીએ છીએ. અમારા નિર્ણયનું સન્માન કરો અને અમારી પ્રાઈવસીનું ધ્યાન રાખો. ધનુષે 18 નવેમ્બર, 2004ના રોજ સુપરસ્ટાર રજનીકાંતની સૌથી મોટી દીકરી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. તેમના સંતાનનું નામ યાત્રા અને લિંગા છે. ધનુષે ઐશ્વર્યાના ડિરેક્શનમાં બનેલી પ્રથમ ફિલ્મ ‘3’માં કામ કર્યું છે.
Read About Weather here
આની પહેલાં 2 ઓક્ટોબરના રોજ સાઉથની સુપરહિટ જોડી સમંથા અને નાગા ચૈતન્યએ પણ ડિવોર્સનો નિર્ણય લીધો હતો. 6 ઓક્ટોબર, 2021ના રોજ કપલના લગ્નના ચાર વર્ષ પૂરા થવાના હતા પરંતુ તે પહેલાં જ બંને અલગ થઈ ગયા. આ ફિલ્મનું સોંગ કોલાવેરી ડી વર્ષ 2011નું સૌથી વધારે હિટ સોંગ હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here