એપ્રિલમાં જીએસટીથી રૂ.1.68 લાખ કરોડની જંગી આવક

ગત વર્ષ કરતા મેમાં જીએસટીની આવક 12 ટકા વધી…!
ગત વર્ષ કરતા મેમાં જીએસટીની આવક 12 ટકા વધી…!

સરકારની તિજોરીને છલોછલ કરતા જીએસટી આવકનાં આંકડા જાહેર કરતુ કેન્દ્રનું નાણાં મંત્રાલય

2017 માં દેશમાં જીએસટીનું વેરા માળખું લાગુ થયું ત્યારથી અત્યાર સુધીમાં આવકનો સૌથી મોટો વિક્રમ આ વર્ષનાં એપ્રિલ માસમાં નોંધાયો છે. એપ્રિલ 2022 દરમ્યાન જીએસટીથી સરકારને 1.68 લાખ કરોડની જંગી આવક થઇ છે તેમ કેન્દ્રનાં નાણાં મંત્રાલયની યાદી જણાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

નાણાં ખાતાનાં સૂત્રોએ જણાવ્યા મુજબ એપ્રિલ 2021 નાં પ્રમાણમાં 20 ટકા જેવો વધારો વેરાની આવકથી થયો છે. જીએસટીની ઈમાનદારીથી ભરપાઈ, કરચોરો સામે સખત પગલા અને આર્થિક પ્રવૃત્તિઓમાં વેગ આવવાને કારણે જીએસટીની આવકમાં ઉછાળો આવ્યો છે. હવે ઈમાનદારીથી વેરો ભરવાનું ચલણ વધી રહ્યું છે એટલે સમયસર વેપારીઓ રીર્ટન ભરી રહ્યા છે.

Read About Weather here

અગાઉ પણ કેન્દ્રનાં નાણામંત્રી નિર્મલા સિતારમણ જીએસટીની આવકનાં ઉછાળા માટે રાજ્યોનાં યોગદાનની પ્રશંસા કરી ચૂક્યા છે અને રાજ્યનું યોગદાન મહત્વપૂર્ણ ગણાવ્યું છે. ગયા વર્ષનાં પ્રમાણમાં જીએસટીની વસુલાતમાં રૂ.25 હજાર કરોડનો જોરદાર વધારો થયો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here