ગુજરાતનાં સ્થાપના દિને યોજાયેલી ડ્રગ વિરોધી મેરેથોનમાં જંગી સંખ્યામાં ઉમટી પડતા સુરતીલાલા

ગુજરાતનાં સ્થાપના દિને યોજાયેલી ડ્રગ વિરોધી મેરેથોનમાં જંગી સંખ્યામાં ઉમટી પડતા સુરતીલાલા
ગુજરાતનાં સ્થાપના દિને યોજાયેલી ડ્રગ વિરોધી મેરેથોનમાં જંગી સંખ્યામાં ઉમટી પડતા સુરતીલાલા

ડ્રગ્સનાં દુષણને ભગાડવા હજારો સુરતવાસીઓએ મેરેથોન દોડ લગાવી

બાળકો, યુવાનો, યુવતીઓ, તરૂણો અને વૃધ્ધો જંગી મેરેથોનમાં જોડાયા

સુરતને ડ્રગ્સનાં અભિશાપથી મુક્ત કરવા શહેર પોલીસે મેરેથોન આયોજન કર્યું

ગઈકાલે રવિવારે ગુજરાતનાં સ્થાપના દિન નિમિતે સુરતવાસીઓએ અનોખી ઢબે ઉજવણી કરી હતી.

મહાનગરને ડ્રગ્સનાં દુષણથી મુક્ત કરાવવા જંગી મેરેથોન દોડમાં જોડાઈને હજારો સુરતવાસી, આબાલ વૃધ્ધ મેરેથોનમાં જોડાયા હતા અને દુષણને ભગાડી મુકવા માટે લાંબી દોડ લગાવી હતી. સુરત શહેર પોલીસ દ્વારા યોજાયેલી મેરેથોન દોડને શહેરની અનેક સંસ્થાઓ અને સંગઠનોએ ટેકો આપ્યો હતો.

મેરેથોન દોડનાં માર્ગ પર રાહુલરાજ મોલની સામે ખાસ મંચ પર સુરતીલાલાઓએ દિલથી નૃત્ય કરીને ઉજવણી કરી હતી. યુવાનો, યુવતીઓ અને બાળકો સુલ્ફી ખેંચતા દેખાયા હતા. અઠવા લાઈન્સથી મક્દલ્લા સુધીનો આખો ડુમ્મસ રોડ દોડવીરો અને વિરાંગનાંઓથી ભરાઈ ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

મેરેથોન માટે 35 હજારથી વધુ લોકોએ નામ નોંધાવ્યું હતું. જેમાંથી 32 હજાર લોકો પાંચ કિ.મી. રૂટ પર દોડ્યા હતા અને 2500 લોકોએ 10 અને 21 કિ.મી. મેરેથોનની શ્રેણીમાં ભાગ લીધો હતો. દોડવીરોની સુરક્ષા માટે સજ્જડ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મેરેથોનનાં માર્ગમાં તાપી નદી પરનાં બે પુલ પણ આવતા હોવાથી ટ્રાફિકને અન્ય માર્ગો પર ડાઈવર્ટ કરવામાં આવ્યો હતો.

Read About Weather here

શહેરનાં પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, ડ્રગ્સનાં દુષણ સામેની લડતને મજબુત બનાવવા આ કાર્યક્રમ યોજાયો અને લોકોએ ખૂબ જબરો પ્રતિસાદ આપ્યો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here