ઉપગ્રહ’આઈ ઇન ધ સ્કાય’ની અંતરીક્ષમાં આંખ ન ખૂલી..!

ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઈસરો પૃથ્વી પર નજર રાખનારા ઉપગ્રહ EOS-03ને આજે સવારે લોન્ચ કર્યો પરંતુ ઈઓએસ-3 મિશન આંશિકરૂપે નિષ્ફળ રહ્યુ હોવાની ઈસરોના વડા કે. સિવને માહિતી આપી છે.વહેલી સવારે 5 કલાક 43 વાગ્યે શ્રીહરિકોટ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી પીએસએલવી-એમ.કે.-2 રોકેટનું સફળ લોન્ચિંગ થયુ હતુ.

18 મિનિટ 39 સેકન્ડની યાત્રા દરમિયાન રોકેટમાંથી દરેક સ્ટેજ પોતાના નિયત સમયે છુટ્ટા પડતા ગયા હતા.જોકે અંતમાં ઈઓએએસ-3 સેટેલાઈટ અવકાશમાં સ્થાપિત થવા માટે રોકેટથી છુટ્ટુ પડે તે પહેલા ક્રાયોજેનિક એન્જિનમાં ગરબડ જોવા મળી. ખામીને કારણે તે ભ્રમણકક્ષામાં સ્થાપિત થઈ શક્યો ન હતો. ટેકનિકલ મુશ્કેલીઓને કારણે, મિશન કંટ્રોલ સેન્ટરે સંકેતો અને ડેટા પ્રાપ્ત કરવાનું બંધ કરી દીધું.

Visit Saurashtra Kranti Homepage here

અગાઉ પણ ભારત ઉપગ્રહમાં ઇતિહાસ રચવા જઈ રહ્યો હતો ત્યારે પણ લેન્ડિંગ નિષ્ફળ રહ્યું હતું. લેન્ડિંગના માત્ર 2 મિનિટ પહેલા જ સંપર્ક તૂટી ગયો હતો.     

આ ઉપગ્રહને ‘આઈ ઇન ધ સ્કાય’ એટલે કે આકાશની આંખ કહેવામાં આવતું હતું. આ પ્રક્ષેપણથી ઇસરોની પ્રવૃત્તિઓને પણ વેગ મળશે તેવી અપેક્ષા હતી, જે કોરોના મહામારીને કારણે અટકી ગઈ હતી. EOD-03 નું લોન્ચિંગ પણ અગાઉ 3 વખત ટેક્નિકલ કારણો અને કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવ્યું હતું. હવે તેની નિષ્ફળતા પછી, ઇસરો ટૂંક સમયમાં નવી લોન્ચ તારીખ જાહેર કરશે.

ઉપગ્રહ'આઈ ઇન ધ સ્કાય'ની અંતરીક્ષમાં આંખ ન ખૂલી..! ઉપગ્રહ
આઈ ઇન ધ સ્કાય ઉપગ્રહ

આ સેટેલાઇંટને જીયો ઇમેજિંગ સેટેલાઇટ -1 (GISAT-1) પણ કહેવામાં આવે છે. તેના દ્વારા ભારતની સાથે સાથે ચીન અને પાકિસ્તાનની સરહદો પર પણ ચાંપતી નજર રાખી શકાય છે. આ કારણોસર આ ઉપગ્રહને આઈ ઇન ધ સ્કાય પણ કહેવામાં આવે છે.

આ સેટેલાઈટ રોજના પૂરા દેશની તસવીરો મોકલશે. જળ સંસ્થાઓ, પાક, વાવાઝોડા, પૂર અને જંગલ આવરણમાં થતા ફેરફારોપ પર નિરીક્ષણ રાખી રખશે.

Read About Weather here

તે મોટા વિસ્તારની વાસ્તવિક સમયની માહિતી પૂરી પાડવા સક્ષમ છે. આ ખૂબ જ ખાસ છે, કારણ કે અન્ય રિમોટ સેન્સિંગ ઉપગ્રહો નીચલા ભ્રમણકક્ષામાં છે અને તેઓ નિયમિત અંતરાલ પછી સ્થળ પર પાછા ફરે છે. તેની સરખામણીમાં, EOS-03 દિવસમાં ચાર-પાંચ વખત દેશનો ફોટો પાડશે અને વિવિધ એજન્સીઓને હવામાન અને આબોહવા પરિવર્તનનો ડેટા મોકલશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here