આલે લે ગઈ ભેંસ પાણી મે…!! રાજકોટ મનપાની કચેરીમાં જ નીકળી પડ્યા ન્યુસન્સ પોઈન્ટ!!

આલે લે ગઈ ભેંસ પાણી મે…!! રાજકોટ મનપાની કચેરીમાં જ નીકળી પડ્યા ન્યુસન્સ પોઈન્ટ!!
આલે લે ગઈ ભેંસ પાણી મે…!! રાજકોટ મનપાની કચેરીમાં જ નીકળી પડ્યા ન્યુસન્સ પોઈન્ટ!!
રાજકોટનાં વોર્ડવાઈઝ ગંદકી અને કચરાનાં ગંજનાં ન્યુસન્સ પોઈન્ટ દૂર કરવા માટે મહાનગરપાલિકાનાં સતાધીશોએ બહુ જોરશોરથી ગાઈ વગાડીને ઝુંબેશ શરૂ કરી છે. અત્યારે ઝુંબેશ કઈ રીતે ચાલી રહી છે, ક્યાં તબક્કામાં છે, કેટલું કામ થયું છે, કેટલા વોર્ડ ચોખ્ખા-ચણાક થઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

તેની કોઈ સતાવાર માહિતી મળતી નથી. પણ સ્વચ્છતા ઝુંબેશનાં જોરથી વાગતા અને વગાડવામાં આવી રહેલા ગુણગાન વચ્ચે એક નવા રહસ્યનો પર્દાફાશ થઇ જતા શહેરીજનો પણ અવાચક બની ગયા છે.

બીજે ક્યાંય નહીં ખૂદ મનપાની વિશાળકાય બિલ્ડીંગમાં જ ઠેકઠેકાણે અનેક ન્યુસન્સ પોઈન્ટ ઉભરી આવ્યા છે અને અમારા તસ્વીરકારની કેમેરાની કીકીમાં ઝીલાઈ પણ ગયા છે.

દિવાલો પર પાન-ફાકીનાં થૂકનાં લાલ-લાલ નિશાન, લોબીઓમાં કચરો, ખૂણે-ખૂણે ગંદકીનાં થર જોતા એવું લાગે છે કે શહેરને સાફ કરવામાં મનપા પોતાનું જ ઘર ભૂલી ગઈ છે અને પાર વગરનાં ન્યુસન્સ પોઈન્ટ તો મનપાનાં ઘરમાં જ ઉભા થઇ ગયા છે.

Read About Weather here

જે બતાવે છે કે, સ્ટાફ બેદરકાર છે અને અધિકારીઓ આંખ આડા કાન કરતા હોય તેવું માલુમ પડે છે. મનપાનો ન્યુસન્સ પોઈન્ટ ક્યારે દૂર થશે એવું લોકો પૂછી રહ્યા છે. આમાં સ્વચ્છ શહેરોનાં ક્રમમાં નંબર ક્યાંથી આવે?(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here