આજના ઇવીનીંગ ન્યુઝ પર એક નજર

આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
આજના ઇવનિંગ ન્યુઝ પર એક નજર
1.કેટરીના જ નહીં, દીપિકા પદુકોણથી લઈ ઈશા અંબાણી સહિતની દુલ્હનના હાથમાં વીણા નાગડાએ મહેંદી મૂકી છે

વીણા નાગડાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને કેટરીનાના હાથમાં મહેંદી મૂકી હોવાની વાત કહી હતી

7 ડિસેમ્બરે કેટરીના કૈફની મહેંદી સેરેમની ધામધૂમથી કરવામાં આવી હતી. કેટરીનાના હાથમાં વિકી કૌશલના નામની મહેંદી મુકાઈ ચૂકી છે. કેટરીનાને ગુજરાતણ વીણા નાગડાએ મહેંદી મૂકી હતી.

Visit Saurashtra Kranti Homepage here

2. હલ્દી સેરેમની પૂરી, સાંજે ધમાકેદાર આફ્ટર તથા પુલ પાર્ટી; શાહરુખ, ઋતિક સહિતના સેલેબ્સ સામેલ થશે

કેટરીનાએ વિકી કૌશલના નામની મહેંદી મૂકી, પંજાબી-રાજસ્થાની સોંગ્સ પર ધમાકેદાર ડાન્સ કર્યો

કેટ-વિકીએ લગ્નમાં અંબાણીની જેમ ડિજિટલ મીડિયા સિક્યોરિટી સ્ટિકરનો ઉપયોગ કર્યો

3. ભારતમાં વધુ પ્હોળી થઇ અમીર – ગરીબ વચ્ચેની ખાઇ

ભારત સૌથી વધુ અસમાનતા અને ગરીબ દેશોમાં સામેલ થયુ : ટોચના ૧ ટકા લોકો પાસે રાષ્ટ્રીય આવકના ૨૨ ટકા સંપત્તિ : ભારતમાં વ્યસ્ક વસ્તીની સરેરાશ આવક રૂ. ૨,૦૪,૨૦૦ : નીચલા વર્ગની (૫૦ ટકાની) આવક રૂ. ૫૩૬૧૦ : બાકીના ૧૦ ટકા વસ્તીની આવક આનાથી લગભગ ૨૦ ગણી વધુ

4. બેદરકારી રખાશે તો દેશમાં કોરોનાની ત્રીજી વેવનો ખતરો

દેશમાં ઓમિક્રોનના કેસ ૨૩ પર પહોંચી ગયા : બુસ્ટર ડોઝ અને ૧૨-૧૮ વર્ષની ઉંમરના લોકોને રસી મળે તે અંગે સરકાર ઝડપથી વિચાર કરે તેવો પણ અનુરોધ આઈએમએએ કર્યો

5. લગ્નના ૭ વર્ષ બાદ પણ દુલ્હનના નામે રહેશે દહેજ ?

સુપ્રીમ કોર્ટે કાયદા પંચને આ સલાહ પર વિચાર કરવા જણાવ્યું

સુપ્રીમ કોર્ટે દહેજના સામાજિક દુષણનેરોકવા માટે કડક નિર્દેશોની માંગ કરતી એક રિટ અરજી પર કહ્યું કે જો વિધિ આયોગ આ મુદ્દા પર તેમના દરેક દ્ર્ષ્ટિકોણોહેઠળ વિચાર કરે છે તો તે યોગ્ય રહેશે. 

6. ડિજિટલ કારોબારથી દેશના જીડીપીમાં ૧૧ વર્ષોમાં ૧.૧ લાખ કરોડ ડોલરની વૃધ્ધિ થશે : રિપોર્ટમાં દાવો

ભારત વેબ ૩.૦ અપનાવીને ડિજિટલ સંપતિની તકોનો લાભ ઉઠાવી શકે છે

ડીજીટલ ધંધાથી દેશના જીડીપીમાં ૧૧ વર્ષોમાં ૧.૧ લાખ કરોડ ડોલરનો વધારો થશે. અમેરિકા-ભારત રણનીતિક એવં ભાગીદારી મંચ (યુએસઆઇએસપીએફ) અને ક્રોસ્ટાવરે સોમવારના રિપોર્ટમાં દાવો કર્યો છે કે આ દરમ્યાન ભારતની કુલ આર્થિક વૃધ્ધિમાં ૧.૧ લાખ કરોડ ડોલરનો વધારો એવા ડીજીટલ સંપતિના ધંધાથી થઇ શકે છે જેની હજુ શરૂઆત નથી થઇ.

7. માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીઃ ૫ ડિગ્રી તાપમાન : ઠુંઠવાયા પ્રવાસીઓ

હાડ થીડવતી ઠંડીની વચ્ચે પ્રવાસીઓનો ધસારો પણ વધ્યો

ઉત્ત્।ર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આ વચ્ચે રાજસ્થાનના હિલ સ્ટેશન અને ગુજરાતીઓના ફેવરિટ તેવા માઉન્ટ આબુમાં પણ કડકડતી ઠંડી પડી રહી છે. શિયાળાની શરૂઆત સાથે જ માઉન્ટ આબુના તાપમાનમાં દ્યટાડો થઈ રહ્યો છે.

8. બજારમાંથી 2000 રૂપિયાની નોટો કેમ ઘટી રહી છે? સરકારે આપ્યું કારણ

માંગના અભાવે પ્રિન્ટિંગ થતું નથી : આ નવી નોટ નોટબંધી બાદ આવી છે

દેશમાં અત્યારે ચલણમાં સૌથી મોટી નોટ બે હજારની છે, પરંતુ બજારમાં આ નોટોની સંખ્યા સતત ઘટી રહી છે. આ વર્ષે નવેમ્બરમાં, માર્કેટ સર્ક્યુલેશનમાં રૂ. 2,000ની નોટોની સંખ્યા ઘટીને 223॰3 કરોડ નોટ અથવા કુલ નોટ (NIC) ના 1.75 ટકા થઈ ગઈ છે, જે માર્ચ 2018 માં 336॰3 કરોડ હતી.

9. કોવિડના વધતા સંક્રમણને જોતા ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કલમ ૧૪૪ લાગુ

કોવિડના વધતા સંક્રમણને જોતા ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે.  આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે.  આદેશમાં કહેવામાં આવ્યું છે કે રેસ્ટોરાં, હોટલ, સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ, જીમ, સ્ટેડિયમ માત્ર ૫૦% ક્ષમતા સાથે જ ખોલી શકાશે.

Read About Weather here

10. રોગચાળો જૈવિક યુદ્ધમાં ફેરવાઈ શકે :દુનિયાના તમામ દેશોએ લડવા માટે તૈયાર રહેવું જોઈએ.

દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ચેતવણી આપી

કોરોના મહામારી અને તેના નવા વેરિએન્ટ ઓમીક્રોન અંગે વધતી ચિંતા વચ્ચે દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ચેતવણી આપી હતી કે રોગચાળો જૈવિક યુદ્ધમાં ફેરવાઈ શકે છે. જનરલ રાવતે કહ્યું કે આવી સ્થિતિમાં દુનિયાના તમામ દેશોએ તેની સામે લડવા માટે તૈયાર રહેવું જોઈએ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here