આનંદો : Vi Movies & TV એપએ ZEE5 સાથે મળી રજૂ કર્યો નવો સબસ્‍ક્રિપ્‍શન પ્‍લાન કર્યો રજૂ

આનંદો : Vi Movies & TV એપએ ZEE5 સાથે મળી રજૂ કર્યો નવો સબસ્‍ક્રિપ્‍શન પ્‍લાન કર્યો રજૂ
આનંદો : Vi Movies & TV એપએ ZEE5 સાથે મળી રજૂ કર્યો નવો સબસ્‍ક્રિપ્‍શન પ્‍લાન કર્યો રજૂ

ગ્રાહકોની એન્‍ટરટેઈનમેન્‍ટ સેગમેન્‍ટમાં વધતી જતી માગને વાજબી ભાવે પૂરી કરવાના હેતુ સાથે દેશની અગ્રણી ટેલિકોમ ઓપરેટર Vi એ આ વર્ષની શરૂઆતમાં લોન્‍ચ કરેલી તેની કન્‍ટેન્‍ટ એગ્રેગેટર એપ Vi Movies & TV એપને નવો અવતાર આપ્‍યો છે.

જેમાં ડિઝની પ્‍લસ હોટસ્‍ટાર જેવા ટોચના આકર્ષક ઓટીટી પ્‍લેયર્સને સામેલ કર્યા છે. Vi એ આજે વધુ એક ટોચનું ઓટીટી પ્‍લેયર ZEE5 સાથે ભાગીદારી કરી હોવાની જાહેરાત કરી છે.

આ નવા એડિશન સાથે Vi Movies & TV એપ હવે સિંગલ રૂ. ૨૪૮ પ્રતિ માસના સબસ્‍ક્રિપ્‍શન પર ૧૭ ઓટીટી એપ્‍સ માણવાની તક પ્રદાન કરશે. Vi યુઝર્સ તેમના ટીવી કે મોબાઈલ પર Vi Movies & TV ના સિંગલ સબસ્‍ક્રિપ્‍શન પરડિઝ્‍ની પ્‍લસ હોટસ્‍ટાર, સોની લીવ, ZEE5 સહિત અન્‍ય ઓટીટી એપ્‍સ પર તેમનો મનપસંદ કન્‍ટેન્‍ટ માણી શકશે.

Vi યુઝર્સ વિદ્યા બાલન સ્‍ટારર – દો ઔર દો પ્‍યાર, ચાલી રહેલ ICC મેન્‍સ T20 વર્લ્‍ડ કપ ૨૦૨૪, મંજુમ્‍મેલ બોયઝ, અરનમનાઈ ૪ જેવી પ્રાદેશિક બ્‍લોકબસ્‍ટર ફિલ્‍મો, શો અને લોકપ્રિય સિરિઝની વિશાળ શ્રેણીનો આનંદ માણી શકશે. ડિઝની પ્‍લસ હોટસ્‍ટારએપ્‍લિકેશન પર યુઇએફએ યુરો કપ, ગુલક સીઝન ૪, શ્રીલંકા સ્‍કેમ ૨૦૦૩નો ભારત પ્રવાસ, રોકેટ બોયઝ જેવા લોકપ્રિય પ્રોગ્રામ તથા, સોની લીવ પર સનફ્‌લાવર, બ્રોકન ન્‍યૂઝ, TAJ જેવા શો અને ઁસિર્ફ એક બંદા કાફી હૈ, કડક સિંહ, વીર સાવરકર, સામ બહાદુર,હનુમાન, જેવી ફિલ્‍મો ઉપરાંત ZEE5 તરફથી પણ અઢળક કન્‍ટેન્‍ટનો લ્‍હાવો મેળવી શકશે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here