આધાર સાથે ન જોડાયેલા 3 કરોડ રેશન કાર્ડ રદ. આવું શું કામ ? તમામ રાજ્યોનો ઉધડી લેતી સુપ્રીમ (4)

    પેગાસસ જાસુસી કાંડમાં તપાસ સમિતીની રચના કરતી સુપ્રીમ
    પેગાસસ જાસુસી કાંડમાં તપાસ સમિતીની રચના કરતી સુપ્રીમ

    Subscribe Saurashtra Kranti here.

    ત્રણ કરોડ રેશન કાર્ડ રદ્દ થવા મામલે સુપ્રિમ લાલઘૂમ: તમામ રાજ્યો પાસે જવાબ માંગ્યો

    સુપ્રીમ કૉર્ટે આધાર કાર્ડ સાથે જોડાયેલા ના હોવાના કારણે લગભગ ત્રણ કરોડ રેશન કાર્ડ રદ્દ કરવાને લઇને બુધવારના ‘અત્યંત ગંભીર મુદ્દો ગણાવ્યો અને આ મામલે કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્યો પાસેથી જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે અને જસ્ટિસ એ.સી. બોપન્ના તેમજ જસ્ટિસ વી. રામસુબ્રમણ્યનની બેંચે કહૃાું કે, આને વિરોધાત્મક મુદ્દાની રીતે ના જોવું જોઇએ, કેમકે આ ઘણો ગંભીર મામલો છે. બેંચે કહૃાું કે, આ મુદ્દે અંતિમ સુનાવણી થશે.

    બેંચે કહૃાું કે, અમે તમારી પાસે (કેન્દ્રથી) આધાર કાર્ડ મુદ્દાના કારણે જવાબ માંગી રહૃાા છીએ. અમે છેલ્લે આના પર સુનાવણી કરીશું. નોટિસ જાહેર કરવામાં આવે, જેના પર ૪ અઠવાડિયામાં જવાબ આપવામાં આવે. લેખીએ કહૃાું કે આ મામલે નોટિસ પહેલા જ જાહેર કરી દેવામાં આવી છે અને કેન્દ્રનો જવાબ રેકૉર્ડમાં છે. ગોંજાલ્વિસે કહૃાું કે, નોટિસ મુખ્ય અરજી પર નહીં, પરંતુ વૈકલ્પિક ફરિયાદ નિવારણ પર જાહેર કરવામાં આવી હતી.

    તેમણે કહૃાું કે, મુખ્ય મુદ્દો ત્રણ કરોડ રેશન કાર્ડ રદ્દ કરવા અને ભૂખથી મોત થવાનો છે. સુપ્રીમ કૉર્ટે ૯ ડિસેમ્બર ૨૦૧૯માં માન્ય આધાર કાર્ડ ના હોવા પર રેશનથી વંચિત કરવાના કારણે લોકોના મોતના આરોપને લઇને તમામ રાજ્યો પાસે જવાબ માંગ્યો છે. આ અરજી દેવીએ દાખલ કરી છે, ઝારખંડમાં જેની ૧૧ વર્ષની દીકરી સંતોષીનું ભૂખ્યા રહેવાના કારણે ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮ના મોત થઈ ગયું હતુ. સંતોષીની બહેન ગુડિયા દેવી આ કેસમાં સંયુક્ત યાચિકાકર્તા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સ્થાનિક અધિકારીઓએ તેમનું રેશન કાર્ડ આધાર કાર્ડથી જોડાયેલું ના હોવાના કારણે રદ્દ કરી દીધું હતુ.

    Read About Weather here

    આ કારણે તેમના પરિવારને માર્ચ ૨૦૦૭થી રેશન મળવાનું બંધ થઈ ગયું અને આખો પરિવાર ભૂખ્યા રહેવા પર મજબૂર થયો. તેમની દીકરી સંતોષીનું ભોજન ના મળવાના કારણે મોત થઈ ગયું. સુનાવણીની શરૂઆતમાં અરજીકર્તા કોયલી દેવી તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ કોલિન ગોંજાલ્વિસે કહૃાું કે, અરજી એક મોટા મુદ્દાને ઉઠાવે છે. સીજેઆઈએ કહૃાું કે, મુંબઈ હાઇકોર્ટમાં પણ મારી સામે આવા પ્રકારનો કેસ આવ્યો હતો. મને લાગે છે કે આ કેસ સંબંધિત કૉર્ટમાં દૃાખલ કરવો જોઇતો હતો. બેંચે વકીલથી કહૃાું કે, તેમણે કેસનો વ્યાપ વધારી દીધો છે.

    Visit Saurashtra Kranti Homepage here

    Read National News : Click Here

    Visit Saurashtra Kranti Homepage here

    Visit Saurashtra Kranti Homepage here