આજી ડેમ-3 નું પાણી પીવા લાયક નથી…!

આજી ડેમ-3 નું પાણી પીવા લાયક નથી...!
આજી ડેમ-3 નું પાણી પીવા લાયક નથી...!

મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરતુ કિસાન સંઘ

તાત્કાલિક ધોરણે કેનાલમાં પાણી છોડી ખેડૂતનાં સુકાતા પાકને બચાવવો જરૂરી: સખીયા

ભારતીય કિસાન સંઘ- રાજકોટ દ્વારા રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરાઈ છે. રજૂઆતમાં જણાવ્યું છે કે,રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના આજી નદી ઉપર આવેલ આજીડેમ નંબર ૩ જે સીંચાઈ માટે બનાવેલ છે. તે ડેમમાંથી આજુબાજુના ૯ ગામમાં કેનાલ મારફતે ખેડૂતોને પાણી ઘણા વર્ષોથી મળી રહ્યું છે. હાલ પણ આ ડેમમાંથી સિંચાઈ માટેની કેનાલ ચાલુ કરેલ હતી. પરંતુ પીવાના પાણીના બહાને રાતોરાત આ કેનાલ બંધ કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ આ પાણી પીવા લાયક નથી! આ બંધ કેનાલ થવાથી ખેડૂતોના કરોડો રૂપિયાનો પાક સુકાય તેવી હાલતમાં હોવાને હીસાબે ખેડૂતોની અંદર ભયનો માહોલ બનેલો છે. ચાલુ કેનાલો ઓચિંતા બંધ કરવાથી ખેડૂતોને પણ વિચારમાં પડી ગયેલા છે.

ખેડૂતો દ્વારા અધિકારીઓને પૂછવામાં આવ્યું તો અધિકારીઓ દ્વારા મેસેજ મળેલો ત્યાં પાણી પીવા માટે રાખવામાં આવેલ છે. પરંતુ તે પાણી પીવાને યોગ્ય નથી.

આજી નદીમાં રાજકોટ સીટીની નજીક અને રાજકોટના નીચેના ભાગમાં આજીડેમ-૨ અને આજીડેમ-૩ બનેલા છે. રાજકોટ સીટીનો વપરાશનું ટોટલ દૂષિત પાણી આજીડેમ- ૨ નંબરમાં જાય છે. આજીડેમ- ૨ નંબરમાંથી ઘણી વખત આ દુષિત પાણી આજીડેમ- ૩ માં પણ છોડવામાં આવે છે.

તો આજીડેમ- ૩ અને આજીડેમ- ૨ બન્નેના પાણી પણ પીવા લાયક નથી. તો તાત્કાલિક ધોરણે કેનાલમાં છોડી ખેડૂતના સુકાતા પાકને બચાવવો જોઈએ.

રાજકોટના આજીડેમમાં ઘણું બધું પાણી છે. જરૂર પડે તો એ પાણી આજી- ૩ ની અંદર પણ નાખી શકાય તેવી હાલતમાં છીએ. તો અત્યારે ખેડૂતોની આ મુશ્કેલીના સમયમાં સરકાર તાત્કાલિક એવો નિર્ણય લઈ અને ખેડૂતોને ખેતી માટે તેનો પાક બચાવવા માટે તાત્કાલિક ધોરણે ફરીથી કેનાલ ચાલુ કરે તેવી અમારા બધાની માંગણી છે.

Read About Weather here

આજીડેમ- ૩ માં રાજકોટની ગટરનું પાણી ભળે છે. તેના લીધે આ પાણી દુષિત થયેલ છે. તે પાણી કોઈ પણ સંજોગોમાં પીવા લાયક નથી. આ પાણીનો ઉપયોગ પીવા માટે કરવો તે લોકો માટે નુક્શાન કારક છે. પીવાના પાણીની જરૂરિયાત પડે તો નર્મદાની સૌની યોજનાનો ઉપયોગ કરવો.

પરંતુ આ પાણી વાપરવું હિતાવહ નથી. તેથી આ દુષિત પાણી ખેડૂતોના પાક બચાવવામાં આપી દેવું જોઈએ. ના.મુખ્યમંત્રી, કલેકટર, સચિવ.સિંચાઈ વિભાગ ગાંધીનગર અને અધિક્ષક ઈજનેરને રવાના કરી હોવાનું ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું છે.(૧.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here