આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ:

ઘરની દેખરેખ તથા સજાવટને લગતી સામગ્રીની ખરીદીમાં પરિવાર સાથે સુખમય સમય પસાર થશે. કોઈપણ વ્યક્તિગત નિર્ણય લેતા પહેલાં તેના અંગે પૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લેવાથી તમે કોઈપણ પ્રકારની ભૂલ કરવાથી બચી જશો.

વૃષભ:

કોઈપણ પરિસ્થિતિમાં તમે તમારું કામ કઢાવવામાં સક્ષમ રહેશો. અટવાયેલું કામ કે અટવાયેલાં રૂપિયા પાછા મળવાની શક્યતા છે. સંબંધીઓ સાથે સહયોગ દ્વારા અનેક સમસ્યાઓનો ઉકેલ પણ મળશે.

Visit Saurashtra Kranti Homepage here

મિથુન:

 કોઈપણ મહત્ત્વપૂર્ણ મુદ્દે અસમંજસની સ્થિતિમાં નજીકના વ્યક્તિ સાથે ચર્ચા કરો, ચોક્કસ જ તમને યોગ્ય સલાહ મળશે. સમય અનુકૂળ છે. સમયનો સદુપયોગ કરવો તમારી કાર્યક્ષમતા ઉપર પણ નિર્ભર કરે છે.

કર્ક:

છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળશે. પ્રોપર્ટીને લગતા કાર્યોમાં થોડી પરેશાની આવી શકે છે. તમે તમારી યોગ્યતા અને પ્રતિભા દ્વારા પરિસ્થિતિનો ઉકેલ શોધવામાં સક્ષમ રહેશો.

સિંહ:

સોસાયટી કે સામાજિક ગતિવિધિઓમાં તમારું યોગદાન રહેશે અને ઓળખ પણ વધશે. ઘરની સાફ-સફાઈ તથા સુધારને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહેશો. પરિવાના લોકો સાથે બેસીને અનુભવો જણાવવા તમને સુખ આપશે.

કન્યા:

ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે. કોશિશ કરવાથી મનગમતું કામ પૂર્ણ થઈ શકે છે. જોકે, પરિશ્રમ અને મહેનત વધારે રહેશે. બાળકો સાથે તેમના કાર્યોમાં યોગદાન આપવું તમને સુખ આપશે.

તુલા:

કોઈ ખાસ વ્યક્તિના સહયોગથી તમારા અટવાયેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. તમારી પ્રતિભા અને યોગ્યતાને લગતા રસના કાર્યોમાં સમય પસાર થશે. જેથી તમને આત્મિક અને માનસિક સુકૂન મળશે.

વૃશ્ચિક:

થોડો સમય અનુભવી તથા વડીલ લોકોના સાનિધ્યમાં પસાર કરો તેનાથી તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિણામ આવશે. મુશ્કેલ સમયને પણ તમે સહજ રીતે અનુકૂળ બનાવી લેશો.

ધન:

સમય પ્રમાણે પોતાની દિનચર્યામાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે. જેથી વિચારોમાં પોઝિટિવિટી આવશે. યુવાઓને કરિયરને લગતી કોઈ સ્પર્ધામાં સફળતા મળવાની શક્યતા છે.

મકર:

છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતાનું નિવારણ થશે. તમારા સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરવામાં ધ્યાન આપો. જીવન પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ તમારા વિચાર અને આત્મબળને વધારે મજબૂત કરશે.

કુંભ:

મિત્રો તથા સંબંધીઓના સંપર્કમાં રહો, તમને નવા-નવા અનુભવો મળશે. વડીલ વ્યક્તિના માર્ગદર્શન અને સલાહ પણ તમારા માટે મદદગાર રહેશે. સંપત્તિને લગતો વિવાદ કોઈની દખલ દ્વારા ઉકેલાઈ શકે છે.

Read About Weather here

મીન:

કોઈ મિત્રને આપેલાં ઉધાર રૂપિયા પાછા મળી શકે છે, એટલે કોશિશ કરતા રહો. ભાઈ-બહેન સાથે સંબંધ મધુર રહેશે. દિવસનો થોડો સમય ધાર્મિક કે આધ્યાત્મિક ગતિવિધિઓમાં પસાર કરવાથી તમને અદભૂત શાંતિ મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here