આજના મોર્નિંગ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. ગુજરાતના 13 જિલ્લામાં એક્ટિવ કેસ શૂન્ય, 13 જિલ્લામાં 5થી ઓછા, એક મહિનામાં કોરોનાથી 3 મૃત્યુ; રાજ્યમાં રિકવરી રેટ 98.76% નોંધાયો

  રવિવારે 15 નવા કેસ, 29 જિલ્લા, 3 મનપામાં એકપણ નવો કેસ નહીં; 3 જિલ્લામાં એક્ટિવ કેસ ડબલ ડિજિટમાં. 3 જિલ્લામાં ડબલ ડિજિટમાં એક્ટિવ કેસ – અમદાવાદ-57, સુરત-18, વડોદરા-54

1.2 લાખ આઈસીયુ બેડ અને દસ લાખ કોવિડ કેર બેડ તૈયાર રાખવા સૂચન

Visit Saurashtra Kranti Homepage here

2. માની લો કે તમે વ્હીકલ ડોક્યુમેન્ટ અને ડ્રાઈવિંગ લાયસન્સ વગર જ ડ્રાઈવિંગ કરી રહ્યા છો અને તમને ટ્રાફિક પોલીસે રોકી લીધા. ટ્રાફિક પોલીસે તમને ડોક્યુમેન્ટ્સની ઓરિજિનલ કોપી બતાવવા કહ્યું પરંતુ તમે તેને ઘરે ભૂલીને આવ્યા છો તો તમે શું કરશો?

આ સ્થિતિમાં તમારે ગભરાવાની જરૂર નથી. તમે ડ્રાઈવિંગ લાયસન્સ તમારા સ્માર્ટફોનમાં પણ રાખી શકો છો. તેને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જેવી જ માન્યતા મળે છે, પરંતુ તેના માટે તમારી પાસે ડિજિલોકર એપ હોવી જરૂરી છે.

3. ફાયરમેન સહિત વિવિધ 629 પદો પર ભરતી જાહેર થઈ, 16 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

  12 પાસ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકશે. ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યૂમાં પ્રદર્શનના આધારે કરવામાં આવશે

4. તેલના ભાવોમાં 700થી 1100 રૂપિયાનો વધારો થતાં લોકોએ સિઝનનું ભરવાનું ઓછું કરી દીધું

તહેવારોના ટાણે જ ખાધતેલમાં ભાવ વધારાથી શહેરીજનો ત્રસ્ત. એક વર્ષમાં સિંગતેલમાં 15 કિલોએ રૂ.790નો, કપાસિયામાં રૂ.1100નો વધારો થયો

5. કોવિડ-19 ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઇવેન્ટ યોજાશે; 136 દેશ, 3686 એથ્લીટ્સ 13 દિવસ મેડલ જીતવા પોતાનું બેસ્ટ આપશે

 પેરાલિમ્પિક ઇવેન્ટ્સમાં દર્શકોને પ્રવેશ નહીં અપાય, 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી ટોક્યોમાં રમાશે

6.  તાલિબાનથી સૌથી વધુ ખતરો ચીન, રશિયા અને પાકિસ્તાનને જ; એટલા માટે જ આ ત્રણેય દેશ તાલિબાનના સમર્થન માટે આટલી ઉતાવળ કરી રહ્યાં છે

  અફઘાનિસ્તાનમાં મચેલી ઉથલ-પાથલથી એશિયાના સંપૂર્ણ રાજકારણમાં હોબાળો

આ રાજકારણ સાથે જોડાયેલા દરેક દેશને શું ફાયદા અને નુકસાન છે.

7. કમાણીમાં ગુજરાતીઓનો મત ‘રિસ્ક હૈ તો રિટર્ન હૈ’; જોખમી મૂડીરોકાણો અપનાવી એકના ડબલ કર્યા…!

  ફાઇનાન્સિયલ લિટરસી અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનના માધ્યમથી શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં મબલક કમાણીનો માર્ગ મોકળો થયો. 15% હિસ્સો દેશના કુલ 4.25 કરોડ ડિમેટ એકાઉન્ટ્સમાં ગુજરાતીઓનો

7% FD કરતાં સવાયું-સલામત રિટર્ન ડેટ ફંડ આપી રહ્યો છે-ઉત્સાહ વધ્યો. 215% રિટર્ન દોઢ વર્ષમાં ઇક્વિટીમાં છૂટ્યું, સોનામાં માત્ર 15 ટકા જ રિટર્ન

8. તાલિબાનીઓ પણ જેનાથી ડરે છે તેવા પાંચ યૌદ્ધાઓ અંગે જાણો બધું જ, અફઘાનિસ્તાનને ત્રાસવાદમાંથી મુક્ત કરાવવા આ જાંબાઝ કરી રહ્યાં છે આવી તૈયારી

  તાલિબાન વિરૂદ્ધ નોર્ધન એલાયન્સની રેજિસ્ટેન્સ ફોર્સને લઈને તાલિબાન વિરૂદ્ધ જંગનું એલાન કર્યું છે.

Read About Weather here

9. નવા ઈ ફાઈલિંગ પોર્ટલમાં અઢી મહિના પછી ઉણપ દૂર ન કરવાને લઈને ઈન્ફોસિસે આપવો પડશે જવાબ, નાણા મંત્રાલયે ઈઊઘને બોલાવ્યા

 ઈન્ફોસિસના ઈઊઘ અને ખઉ સલિલ પારેખને સરકારે સોમવારે હાજર થવાની નોટિસ મોકલી છે. ઈનકમ ટેક્સની નવી વેબસાઈટમાં આવતી ખામીઓને લઈને સલિલ પારેખને નોટિસ મોકલાવવામાં આવી છે.

10. 6 દેશોના આક્રમક ખેલાડીને પસંદ કરી બનાવશે પરફેક્ટ ટીમ!, મોટાભાગના ઈન્ડિયન પ્લેયર્સ; કોઇપણ ટીમને ટક્કર આપવા સક્ષમ. ઉન્મુક્ત ચંદ પછી મિલિંદ કુમારે ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here