આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

1. તાલિબાને કહ્યું-અફઘાનિસ્તાનમાંથી સક્ષમ લોકોને ન લઈ જાય અમેરિકા, 31 ઓગસ્ટ સુધી કોઈપણ સંજોગોમાં પૂરું કરે રેસ્ક્યૂ-ઓપરેશન

  તાલિબાનો બાળકો અને વૃદ્ધોનું અપહરણ કરીને તેમને પોતાની ઢાલ બનાવી રહ્યાં છે. અફઘાનિસ્તાન પર શાસન માટે તાલિબાને બનાવી ટીમ-12, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ સહિત હક્કાની નેટવર્કનો આતંકવાદી પણ સામેલ.

2. વેક્સિનેશન, હર્ડ ઈમ્યુનિટી ત્રીજી લહેરથી બચાવશે

  હવે દેશની 35 ટકા વસતીને સિંગલ ડોઝ, 65 ટકા વસતીમાં એન્ટિબોડી હોવાથી જોખમ અત્યંત ઓછું. બીજી લહેર પહેલી લહેરના પિકના 6 મહિના પછી આવી હતી, બીજી લહેરનો પિક વીત્યે 4 મહિના થયા

Visit Saurashtra Kranti Homepage here

3. પરીક્ષા શિક્ષકોની, કસોટી સરકારની થઈ:શિક્ષક સજ્જતા કસોટીમાં 1.51 લાખ શિક્ષકોમાંથી 57 હજાર જેટલા શિક્ષકોએ જ પરીક્ષા આપી

 સવારથી જ સોશિયલ મીડિયા પર પરીક્ષાનો વિરોધ, ઠેર ઠેર બહિષ્કાર. રૂ. 4200ના ગ્રેડ પે મુદ્દે મહાનગરપાલિકાના શિક્ષકોનો સજ્જડ બંધ

4. અફઘાનિસ્તાન:એટીએમમાં પૈસા, હોસ્પિટલોમાં નર્સ નથી, જરૂરી વસ્તુઓ 3 ગણી મોંઘી

   તાલિબાનના કબજા બાદ અહીં સ્વાસ્થ્ય સેવાઓ પડી ભાંગી છે. હેલમંડ પ્રાંતની એક હોસ્પિટલમાં જ ગોળીથી ઘવાયેલા 50થી વધુ લોકો રોજ પહોંચી રહ્યા છે.

5. US: બાળકોનું માનસિક સ્વાસ્થ્ય સુધારવા સ્કૂલોમાં ખાસ લોન્જ, એક્સપર્ટ્સ શીખવાડે છે- ખુશી કેવી રીતે મનાવવી

    બાળકોનું માનસિક સ્વાસ્થ્ય સુધારવાનું મિશન, સારું ન અનુભવે તો વધારાની રજા

6. સુપરબગનો રામબાણ ઈલાજ બ્રેસ્ટ મિલ્ક:એન્ટિબાયોટિક્સથી પણ નાશ ન પામતાં બેક્ટેરિયાનો ખાતમો માતાનું દૂધ કરી શકે છે, તેમાં રહેલું શુગર સુપરબગનો અંત લાવશે

 એન્ટિબાયોટિક્સ દવાઓ પર જેમના પર અસર કરતી નથી તેવા બેક્ટેરિયાને સુપરબગ કહેવાય છે.  બ્રેસ્ટ મિલ્કનું શુગર આ સુપરબગનો નાશ કરી શકે છે. માદા ઉંદર પર કરવામાં આવેલા પ્રયોગમાં બ્રેસ્ટ મિલ્કે સુપરબગનું સંક્રમણ ઓછું કર્યું

7. મા અંબાના આશીર્વાદ ફળ્યા:થતારક મહેતા..થમાં બબીતા પરત, સેટ પર મુનમુન દત્તાનું વર્તન જોઈને કલાકારોને નવાઈ લાગી

  મુનમુન દત્તા છેલ્લાં બે મહિનાથી સિરિયલમાં જોવા મળી નહોતી.

8. સલમાન ખાનને એરપોર્ટ પર રોકનારા ASI મુશ્કેલીમાં મૂકાયા, CISFએ મોબાઈલ જપ્ત કર્યો

 થોડાં દિવસ પહેલાં સલમાન ખાન મુંબઈ એરપોર્ટ પર કેટરીના કૈફ સાથે જોવા મળ્યો હતો.

9. છઠપૂજા માટે 2.35 કરોડના ખર્ચે તળાવ બનાવાશે પણ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવની કોઈ તૈયારી નહીં

   છઠપૂજા માટે તળાવ તો બનવું જ જોઇએ પણ શ્રીજી વિસર્જન માટે દર વર્ષની જેમ કૃત્રિમ તળાવ બનાવવા ભક્તોની માંગણી. 77 દિવસ પછીના તહેવાર માટે અત્યારથી તૈયારી, અઠવાડિયા પછી શરૂ થનારા ઉત્સવ માટે હજુ ચર્ચાનું ચકડોળ

Read About Weather here

બમરોલીમાં છઠપૂજા માટે તળાવ બનાવવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત

10. છેલ્લાં પાંચ વર્ષમાં બે લાખ કરોડ શેર બાયબેક થયા, છેલ્લાં 15 વર્ષથી આઠ ગણી વૃદ્ધિ થઇ

     આઈપીઓમાં જ નહીં, શેર બાયબેકમાં પણ તેજીનો માહોલ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here