આકરી ગરમી\કોરોના મહામારીની જેમ દિલ્હીમાં સ્મશાન ઘાટે શબોની લાગી લાંબી લાઈનો…

આકરી ગરમી\કોરોના મહામારીની જેમ દિલ્હીમાં સ્મશાન ઘાટે શબોની લાગી લાંબી લાઈનો ...
આકરી ગરમીકોરોના મહામારીની જેમ દિલ્હીમાં સ્મશાન ઘાટે શબોની લાગી લાંબી લાઈનો ...

ગ્લોબલ વોર્મિંગ જતે દહાડે માનવ જાતને ભરખી જશે તેવું નિષ્ણાતો કહે છે તેનું ટ્રેલર જાણે દિલ્હીમાં શરૂ થઈ ગયું છે. આ વખતે દેશ-દુનિયામાં રેકર્ડ બ્રેક ગરમી પડી છે. અનેક લોકોએ ગરમીમાં જીવ ગુમાવ્યા છે ત્યારે દિલ્હીમાં આજે વરવા દ્દશ્યો સર્જાયા હતા. કોરોના મહામારીના કહેર બાદ દિલ્હીમાં પહેલી વાર સ્મશાન ઘાટમાં લાઈનો જોવા મળી હતી. હોસ્પિટલો પણ ફુલ થઈ ગઈ હતી.

આકરી ગરમીકોરોના મહામારીની જેમ દિલ્હીમાં સ્મશાન ઘાટે શબોની લાગી લાંબી લાઈનો… ગરમી

દિલ્હીમાં ગરમીના કારણે મરનારની સંખ્યા વધી ગઈ છે. દિલ્હી-એનસીઆરમાં ગરમીથી જીવ ગુમાવનારાઓમાં વૃધ્ધોની સંખ્યા મોટી છે. દિલ્હીના નિગમબોધ ઘાટ પર ગઈકાલે રેકોર્ડ બ્રેક 90 પાર્થિવ દેહોના અગ્નિ સંસ્કાર થયા હતા. સ્મશાન ઘાટ વ્યવસ્તા સાથે જોડાયેલા લોકોના કહેવા અનુસાર કોરોના મહામારી બાદ આટલી મોટી સંખ્યામાં અગ્નિ સંસ્કાર માટેના પહેલીવાર મૃતદેહો આવ્યા છે.

આકરી ગરમીકોરોના મહામારીની જેમ દિલ્હીમાં સ્મશાન ઘાટે શબોની લાગી લાંબી લાઈનો… ગરમી

આજે પણ શબોની લાઈન લાગી છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરી ગેટ પાસે આવેલ નિગમ બોધ ઘાટ પર 40થી 50 શબો અગ્નિ સંસ્કાર માટે આવે છે, કોરોના વખતે તે સંખ્યા 100 થઈ ગઈ હતી. એપ્રિલ 2021માં આ સંખ્યા 107 હતી. ત્યાર બાદ ગઈકાલે આ સંખ્યા 90 હતી.દિલ્હીના ફરિદાબાદમાં સ્મશાન ગૃહના શેડ્સમાં પણ અંતિમ સંસ્કાર માટે જગ્યા ન બચતા જમીન પર અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. સૈનિક કોલોની મોડ પર આવેલી સ્મશાન ગૃહની પણ ખરાબ હાલત છે.

આકરી ગરમીકોરોના મહામારીની જેમ દિલ્હીમાં સ્મશાન ઘાટે શબોની લાગી લાંબી લાઈનો… ગરમી

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here