આંધ્રપ્રદેશ સરકારે ટીડીપી નેતા અશોક ગજપતિ રાજૂને ત્રણ મંદિર ટ્રસ્ટોનાં અધ્યક્ષ પદ પરથી હટાવાયા

આંધ્ર પ્રદેશમાં મંદિરો પર થઇ રહેલા હુમલાને જોતા એક મહત્વનો નિર્ણય લઇને તેલુગુ દેશમ પાર્ટીનાં નેતા અશોક ગજપતિ રાજૂને રાજ્યનાં ત્રણ મંદિૃરોનાં અધ્યક્ષ પદૃેથી હટાવી દીધા છે, એક સત્તાવાર નિવેદનમાં સરકારે કહૃાું કે પુર્વ કેન્દ્રીય પ્રધાન અશોક ગજપતિને મંદિરોનાં પોતાના કર્તવ્યોનું નિર્વહન અને સુરક્ષા મુદ્દો સારી રીતે સંભાળી ન શકવાનાં કારણે તેમને હટાવવામાં આવી રહૃાા હોવાનું કારણ આપ્યું છે.

અશોક ગજપતિ રાજૂ વિજયનગરમ જિલ્લામાં શ્રી રામ સ્વામી દેવસ્થાનમમાં ભગવાન રામની મુર્તિને વિધ્વંસ થતી રોકવા માંટેનાં પગલા લેવામાં નિષ્ફળ રહૃાા છે.
રાજ્યની જગન મોહન રેડ્ડીનાં નેતૃત્વમાં રાજ્ય સરકારે કહૃાું કે તે આ મામલે સાવધાનીપુર્વક તપાસ બાદ સરકારનાં ત્રણેય મદિરોનાં ટ્રસ્ટ બોર્ડનાં અધ્યક્ષ પદેથી અશોક ગજપતિ રાજૂને હટાવી દીધા, જે ત્રણ મંદિરોનાં અધ્યક્ષપદેથી રાજૂને હટાવવામાં આવ્યા છે તે છે શ્રી રામ સ્વામી દેવસ્થાનમ, શ્રી પિડિતલ્ટી અમ્માવરી દેવસ્થાનમ, અને શ્રી મંડેશ્ર્વર સ્વામી મંદિરનો સમાવેશ થાય છે.