અમારી વિરૂદ્ધ કરેલ કેસ પાછો ખેંચી લેજો કહીં ગેરેજ સંચાલક પર બે શખ્સનો હુમલા

અમારી વિરૂદ્ધ કરેલ કેસ પાછો ખેંચી લેજો કહીં ગેરેજ સંચાલક પર બે શખ્સનો હુમલા
અમારી વિરૂદ્ધ કરેલ કેસ પાછો ખેંચી લેજો કહીં ગેરેજ સંચાલક પર બે શખ્સનો હુમલા

નંદનવન સોસાયટીમાં અમારી વિરૂદ્ધ કરેલ કેસ પાછો ખેંચી લેજો કહી ગેરેજ સંચાલક યુવક પર બે શખ્સોએ પાઈપથી હુમલો કરતાં યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે નંદનવન સોસાયટી શેરી નં.4 માં રહેતાં હાર્દિકભાઈ મહેન્દ્રભાઈ પંડ્યા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે લક્ષ્મણ પોપટ બાંભવા અને ભરતનું નામ આપી જણાવ્યું હતું કે,  તેઓ રૈયાગામ સ્મશાન પાસે બજરંગ મોટર્સ નામનું ગેરેજ ચલાવે છે. બે વર્ષ પહેલાં અમારી શેરીમાં રહેતા લક્ષ્મણ બાંભવાએ ઘરે ઘસી આવી ગાડીના કાચ તોડી ઝઘડો કરી મારામારી કરેલ હતી. જે અંગે તેઓના પિતાએ ફરિયાદ આપેલ છે જેનો કેસ કોર્ટમાં ચાલુ છે.  ગઈકાલે રાત્રિના સમયે તેઓ ગેરેજથી ઘરે જતો હતો ત્યારે નંદનવન સોસાયટી શેરી નંબર ચારના ખૂણે સામેથી લક્ષ્મણ બાંભવા અને ભરત આવેલા અને બોલવા લાગેલ કે, તમે અગાઉ અમારા વિરૂદ્ધ કરેલો કેસ પાછો ખેંચવો છે કે નહીં તેમ કહી ગાળો આપવા લાગેલા જેથી તેને ગાળો આપવાની ના પાડતા બંને ઉશ્કેરાઈ જઈ મારી નાખવાની ધમકી આપી પાઇપ વડે હુમલો કર્યો હતો. બનાવ સ્થળે આજુબાજુમાં માણસો ભેગા થઈ જતા બંને ત્યાંથી ભાગી છૂટ્યા હતાં. તેઓને પગમાં ગંભીર ઈજા પહોંચતા તેમને 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ હતાં.  

બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે મારમારીની કલમ હેઠળ ગુનો નોંધી બંને આરોપીને સકંજામાં લેવાં તજવીજ હાથ ધરી હતી.