અભિનેત્રી કાવ્યા થાપરની ધરપકડ…!

અભિનેત્રી કાવ્યા થાપરની ધરપકડ...!
અભિનેત્રી કાવ્યા થાપરની ધરપકડ...!
26 વર્ષીય આ અભિનેત્રી તમિળ અને તેલુગુ ફિલ્મની અભિનેત્રી છે. તેની ધરપકડ બાદ શુક્રવારે કોર્ટમાં હાજર કરવામાં આવતાં જ્યુડિશિયલ કસ્ટડી આપવામાં આવી છે. જુહુમાં શરાબ પીને વાહન હંકારવા માટે અને અન્ય એક વાહનને અડફેટે લેવા માટે પોલીસે અભિનેત્રી કાવ્યા થાપરની ધરપકડ કરી હતી. તેની પર પોલીસને ગાળાગાળી અને ધક્કામુક્કી કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઘટના ગુરુવારે મધરાત્રે 1.00 વાગ્યે જુહુમાં જે ડબ્લ્યુ મેરિયટ હોટેલ નજીક બની હતી.

Visit Saurashtra Kranti Homepage here

કાવ્યા શરાબ પીને તેની એસયુવી ચલાવતી હતી. કાર ચલાવવા સમયે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને પાછળ ઊભા રહેલા વાહનને ઠોકર મારી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.આ રાહદારીએ આ ઘટના જોઈ હતી અને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જુહુ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

Read About Weather here

પોલીસને જોઈને અભિનેત્રીએ ગાળાગાળી શરૂ કરી હતી અને તેમને ધક્કામુક્કી કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.કાવ્યાની આ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં હાજર કરાતાં તેને જ્યુડિશિયલ કસ્ટડી આપવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here