અફઘાનિસ્તાનની સફર સેમિફાઈનલમાં ખતમ:સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં….

અફઘાનિસ્તાનની સફર સેમિફાઈનલમાં ખતમ:સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં....
અફઘાનિસ્તાનની સફર સેમિફાઈનલમાં ખતમ:સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં....

દક્ષિણ આફ્રિકા ટી-૨૦ વર્લ્‍ડકપની ફાઇનલમાં પહોંચ્‍યું છે. પ્રથમ સેમિ ફાઇનલમાં અફઘાનિસ્‍તાનને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ વખત કોઇ આઇસીસી ટૂર્નામેન્‍ટની ફાઇનલમાં પહોંચ્‍યું છે. હવે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત અને ઇંગ્‍લેન્‍ડ વચ્‍ચે રમાનાર બીજી સેમિ ફાઇનલની વિજેતા ટીમ સામે ટકરાશે.

અફઘાનિસ્તાનની સફર સેમિફાઈનલમાં ખતમ:સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં…. ટીમ

ત્રિનિદાદના બ્રાયન લારા સ્‍ટેડિયમમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્‍તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે ખોટો સાબિત થયો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્‍તાનને આફ્રિકન બોલરોએ ૧૧.૫ ઓવરમાં માત્ર ૫૬ રનમાં ઓલ આઉટ કરી નાખી હતી. ટીમ માટે આ દરમિયાન માર્કો યાનસેન અને તબરેજ શમ્‍સીએ સૌથી વધુ ૩-૩ વિકેટ ઝડપી હતી. પડકારનો પીછો કરતા આફ્રિકાએ ૮.૫ ઓવરમાં ૧ વિકેટ ગુમાવીને ૬૦ રન બનાવી મેચને જીતી લીધી હતી.

અફઘાનિસ્તાનની સફર સેમિફાઈનલમાં ખતમ:સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં…. ટીમ

અફઘાનિસ્‍તાન તરફથી અઝમતુલ્લાહ ઓમરજાઇએ સૌથી વધુ ૧૦ રન બનાવ્‍યા હતા. આ સિવાય એક પણ બેટ્‍સમેન ડબલ ફીગર સુધી પહોંચી શક્‍યો નહતો. દક્ષિણ આફ્રિકા તરફથી માર્કો જાનસેન અને તબરેજ શમ્‍સીએ ૩-૩ વિકેટ ઝડપી હતી જયારે કાગિસો રબાડા અને એનરિક નોર્ખિયાએ ૨-૨ વિકેટ ઝડપી હતી.

અફઘાનિસ્તાનની સફર સેમિફાઈનલમાં ખતમ:સાઉથ આફ્રિકાની ટીમ પહેલીવાર વર્લ્ડ કપની ફાઈનલમાં…. ટીમ

દક્ષિણ આફ્રિકા પ્રથમ વખત ૨૦૦૯માં કોઇ ટી-૨૦ વર્લ્‍ડકપની સેમિ ફાઇનલ સુધી પહોંચ્‍યું હતું. નોકઆઉટ મેચમાં જેક્‍સ કાલિસ, હર્ષલ ગિબ્‍સ, માર્ક બાઉડર અને ડેલ સ્‍ટેન જેવા ખેલાડી આફ્રિકાને પાકિસ્‍તાન વિરૂદ્ધ જીત અપાવી શક્‍યા નહતા. તે બાદ ૨૦૧૪ના ટી-૨૦ વર્લ્‍ડકપમાં દક્ષિણ આફ્રિકા ભારત સામે ટકરાયું હતું. આ વખતે પણ તેને ૬ વિકેટે હારનો સામનો કરવો પડ્‍યો હતો.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here