અફઘાનિસ્તાનની પરિસ્થિતિ માટે અશરફ ગની દોષિત: બાઇડન

ભારતથી અમેરિકા નારાજ...!
ભારતથી અમેરિકા નારાજ...!


અમેરિકી પ્રમુખનાં પ્રહારો, ત્રણ લાખ સૈનિકો તૈયાર કર્યા તો લડયા કેમ નહીં?: અફઘાનિ પ્રમુખ દેશને કફોડી હાલતમાં મુકીને નાસી છુટયા, બીજા નેતાઓ પણ પલાયન: હવે અમેરીકી દળોના જાન જોખમમાં મુકી શકાય નહીં, અમેરિકી પ્રમુખની સાફ વાત

Visit Saurashtra Kranti Homepage here

અફઘાનિસ્તાનમાંથી દળો પાછા ખેંચી લીધા બાદ વિશ્ર્વમાં અને ઘર આંગણે ભારે ટીકાનું નિશાન બની રહેલા અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડને વર્તમાન પરિસ્થિતિ માટે અફઘાનિસ્તાનના પ્રમુખ અસરફ ગનીને દોષિત ઠરાવ્યા હતા.

અફઘાનિ નેતાગીરી પર પ્રહારો કરતા બાઇડને ટકોર કરી હતી કે, કોઇ જાતની લડત આપ્યા વિના પ્રમુખ અશરફ ગની અને અફઘાનિ નેતાગીરીએ પલાયન કરી દીધુ છે. અશરફ ગની ખરાબ પરિસ્થિતિમાં દેશને મુકીને નાસી છુટયા છે. કોઇ જાતની લડત આપવામાં આવી નથી.

બાઇડને સ્પષ્ટ જણાવ્યું હતું કે, 3 લાખ અફઘાનિ સૈનિકોને સંપુર્ણ પણે તાલીમ આપવામાં આવી અને અતિઆધુનિક શસ્ત્રો પણ આપવામાં આવ્યા છે છતાં તાલીબાનો સામે બિલકુલ લડત કરવામાં આવી નથી. તેમણે દોસનો ટોપલો અફઘાનિ પ્રમુખ ઉપર જ ઢોળીયો હતો.

હવે અમેરીકાના સૈનિકોને અફઘાનિ ભુમિ પર મોકલવાનો સાફ ઇન્કાર કરતા બાઇડને જણાવ્યું હતું કે, અમેરીકી સૈનિકોના જાન જોખમમાં મુકી શકાય નહીં. લોકો અમને સવાલો ન પુછે પણ અસરફ ગનીને સવાલો પુછો.3 લાખ અફઘાનિ સૈનિકોને અમે તૈયાર કર્યા પણ લડયા નથી.

Read About Weather here

આ પરિસ્થિતિ માટે પ્રમુખ ગની જ જવાબદાર છે. તેઓ ખાસ વિમાનમાં ચલણી નોટો જંગી પ્રમાણમાં ભરીને અને મોટરોનો કાફલો ભરીને અફઘાનિસ્તાનને આ સ્થિતિમાં છોડીને નાસી છુટયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here