લાલપુર પો. સ્ટે. એ પાર્ટ કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(ર)(એન), ૧૧૪ પોકસો એકટ કલમ ૪,૬ મુજબના ગુન્હાનાં કામેના નાસતા ફરતા આરોપીઓની શોધખોળ માટે ટીમ બનાવી બાતમીમના આધારે ટેકનીકલ એનાલીસ કરી પ્રો.એ.એસ.આઇ. કિશનકુમાર કરંગીયા તથા પો. કોન્સ. જયપાલસિંહ જાડેજા તથા પો. કોન્સ. સંદિપભાઇ હુણ તથા વુ.પો. કોન્સ. અલ્પાબેન ડાંગર નાઓની એક ટીમ બનાવીને તપાસ કરતા સદરહું ગુન્હાના કામે નાસતા ફરતા (૧) રોહિતભાઇ જીવનભાઇ શીયાળ કોળી ઉ.વ. ર૪ ધંધો મજુરી (ર) મુકતાબેન વા/ઓફ રોહિતભાઇ જીવનભાઇ શીયાળ કોળી ઉ.વ. ર૩, ધંધો ઘરકામ રહે બન્ને કતારગામ ચીકુવાડી ચાર રસ્તા પાસે સુરત મુળ રહે. મેથળા ગામ તા. તળાજાને ઝડપી લીધા છે.
આ કામગીરી લાલપુર પો. સ્ટે.ના પો. સબ ઇન્સ. શ્રી એસ. પી. ગોહિલ સાહેબ તથા લાલપુર પો. સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ. જયરાજસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. દિગ્વીજયસિંહ ડી. જાડેજા પો. હેડ કોન્સ. ટી. બી. જાડેજા તથા પ્રો.એ.એસ.આઇ. કિશનકુમાર કરંગીયા તથા પો. કોન્સ. જયપાલસિંહ જાડેજા તથા પો. કોન્સ. પ્રવિણભાઇ બડીયાવદરા તથા પો. કોન્સ. સંદિપભાઇ હુણ તથા પો.કોન્સ. રવિભાઇ આંબલીયા તથા વુ.પો. કોન્સ. અલ્પાબેન ડાંગર તથા વુ.પો. કોન્સ. નયનાબેન કરંગીયા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.