અનોખી નોકરી: ફક્ત પથારીમાં પડયા રહેવાનું અને ટીવી જોવાનું…!!

અનોખી નોકરી: ફક્ત પથારીમાં પડયા રહેવાનું અને ટીવી જોવાનું...!!
અનોખી નોકરી: ફક્ત પથારીમાં પડયા રહેવાનું અને ટીવી જોવાનું...!!

નોકરી કરનારી વ્યક્તિએ દિવસના છથી સાત કલાક પથારી પર પસાર કરવા પડશે.

આપણા જીવનને સતત આગળ રાખવા માટે તેમજ જીવન જરૂરિયાત પૂર્ણ કરવા માટે પૈસાની આવશ્યકતા ઉભી થયા છે. તેના માટે લોકો પોતાની જીવન જરૂરિયાત પૂર્ણ કરવા માટે નોકરી તેમજ ધંધો કરતા હોય છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

જેના કારણે આર્થિક તેમજ માનસિક વિકાસ થાય છે. તો બીજી બાજુ નોકરી-ધંધો  મળવો પણ એટલો જ મુશ્કેલ બની રહ્યો છે. ત્યારે એક કંપનીએ અનોખી તેમજ અદ્દભુત નોકરીની ઓફર બહાર પાડે છે. કોઈને પણ થાય કે આવી કઈ નોકરી હશે જેમાં નોકરી જ આરામ કરવાની છે.

તેમાં પણ એક વસ્તુ ચોકાવનારીએ છે કે, આ નોકરી માટે કર્મચારીએ ઓફિસ જવાની જરૂર નથી. ટેસ્ટિંગ અને રિવ્યુ માટે ગાદીઓ તેના ઘરે પહોંચાડી દેવામાં આવશે.

બ્રિટનમાં એક કંપની એવી નોકરી ઓફર કરી રહી છે. જે આરામપ્રિય લોકોને ઘણી પસંદ પડશે. આ કંપની નોકરી કરનારાઓને પથારીમાં આરામ કરવાના રૂપિયા આપશે. આ નોકરીમાં કર્મચારીએ ફક્ત પથારીમાં સૂવાનું અને ટીવી જોવાનું છે

યુકેમાં એક સ્થાનિક લક્ઝરી બેડ કંપની ક્રાફ્ટેડ બેડ્સ આપી રહી છે. આ નોકરી કરનારી વ્યક્તિએ દિવસના છથી સાત કલાક પથારી પર પસાર કરવા પડશે.

વાસ્તવમાં ક્રાફ્ટેડ બેડ માટે મેટ્રેસ ટેસ્ટરની નિમણુંક કરવામાં આવી રહી છે. તેનું કામ પથારી માં સૂવાનું અને તેના અંગે રિવ્યુ લખવાનું છે.

ક્રાફ્ટેડ બેડ જોઇન કરનારાઓને કંપની વર્ષે 24 લાખ 79 હજાર રૂપિયાનું વેતન આપશે. તેણે દર સપ્તાહે મેટ્રેસનો ટેસ્ટ કરવો પડશે અને કંપનીને બતાવવું પડશે આ ગાદલું ઉપયોગમાં કેવું છે.

તેમાં સુધારાને કેટલો અવકાશ છે, તેની ખામીઓ કેટલી છે, તેનો રીવ્યુ પણ કરવો પડશે. નોકરી કરનારા સપ્તાહમાં 37.5 કલાક એટલે કે રોજના લગભગ છ કલાક ટીવી જોતા ગુજારવાના છે.

Read About Weather here

નોકરી માટે બ્રિટિશ નાગરિક હોવું જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here