૨૦ લાખથી વધુની આવક છતાં જીએસટી નહીં ભરતા સર્વિસ પ્રોવાઈડરને નોટિસ

૨૦ લાખથી વધુની આવક છતાં જીએસટી નહીં ભરતા સર્વિસ પ્રોવાઈડરને નોટિસ
૨૦ લાખથી વધુની આવક છતાં જીએસટી નહીં ભરતા સર્વિસ પ્રોવાઈડરને નોટિસ

 મ્‍યુચ્‍યુઅલ ફંડ સહિતની સર્વિસ આપનાર દ્વારા જીએસટી ભરવાની વાત તો દૂર રહી જીએસટી નંબર પણ લીધા નહીં હોવાનું સીજીએસટીની તપાસમાં બહાર આવતા શહેરના અનેક સર્વિસ પ્રોવાઈડરને નોટિસ ફટકારી છે. કેટલાકે તો નોટિસનો જવાબ નહીં આપતા તેઓને વિભાગમાં હાજર રહેવા માટે સમન્‍સ પણ આપ્‍યા હોવાની વિગતો જાણવા મળી છે.

મ્‍યુચ્‍યુઅલ ફંડ, ઇન્‍સ્‍યોરન્‍સ ઉપરાંત અન્‍ય કમિશનની આવક ર૦ લાખ કરતાં વધુ હોય તેને ફરજિયાત જીએસટી નંબર લેવાનો હોય છે. તેમજ તેનું રિટર્ન પણ ફાઇલ કરવાનું હોય છે. પરંતુ શહેરમાં અનેક સર્વિસ પ્રોવાઇડરની આવક ૨૦ લાખ કરતાં વધુ હોવા છતાં જીએસટી નંબર જ લીધો નહીં હોવાનું સીજીએસટીની તપાસમાં બહાર આવ્‍યું હતું. આવા પ્રોવાઈડરનું લિસ્‍ટ તેયાર કરીને સીજીએસટીએ નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે, કારણ કે નિયમ પ્રમાણે તેઓએ ૧૮ ટકા લેખે જીએસટી ભરપાઈ કરવાનો હોય છે. પરંતુ તેઓએ તે રકમ ભરપાઈ કરી નહોતી. સાથે સાથે કેટલાકે તો નંબર જ લીધા નહીં હોવાના કારણે જીએસટીનો કાયદો જુલાઇ ૨૦૧૭ થી લાગુ થયો ત્‍યારથી તેના નાણાં ભરપાઇ કરવા માટે નોટિસ આપી ૨૦૧૭ થી લાગુ થયો ત્‍યારથી તેના નાણાં ભરપાઇ કરવા માટે નોટિસ આપી હોવાની વિગતો જાણવા મળી છે

સર્વિસ ટેક્‍સ વખતે પણ નંબર લેવાનો નિયમ હતો

૨૦ લાખથી વધુ કમિશનની આવક હોય તેવા તમામ સર્વિસ પ્રોવાઇડરે ફરજિયાત જીએસટી નબર લેવાનો હોય છે. જીએસટી પહેલા સર્વિસ ટેક્‍સનો કાયદો હતો ત્‍યારે પણ નબર લઇને ટેક્‍સ ભરપાઇ કરવાનો થતો હતો, કારણ કે તેઓ ગ્રાહકને વિવિધ પ્રકારની સર્વિસ આપે છે તે પેટે કમિશન મેળવે છે. આ કમિશનની આવક ૨૦ લાખથી વધારે હોય તેવા કિસ્‍સામાં ૧૮ ટકા લેખે ટેક્‍સ ભરવાનો નિયમ બનાવવામાં આવ્‍યો છે. પરંતુ કેટલાક સર્વિસ પ્રોવાઇડરને તે બાબતની પળરતી જાણકારી જ નહીં હોવાના લીધે જીએસટી નંબર લીધો નહીં હોવાનું જાણવા મળ્‍યું છે. જેથી જુલાઇ ૨૦૧૭થી લાગુ કરાયેલા જીએસટી નબરથી આજદિન સુધી થયેલી આવકની ગણતરી કરીને વિભાગ દ્વારા વસૂલાત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જીએસટી લાગુ થયો ત્‍યારથી આજ સુધીનો હિસાબ ચેક થશે

જીએસટી નંબર લીધો નહીં હોય અને ટેક્‍સ પણ ભરપાઇ કર્યો નહીં હોય તેવા સર્વિસ પ્રોવાઇડરે નોટિસ બાદ પોતાના હિસાબ રજૂ કરવા પડશે. જો તેમાં કમિશનની આવક ૨૦ લાખથી ઉપર જે પણ વર્ષમાં હશે તેમાં ટેક્‍સ ભરવો પડશે. જ્‍યારે જે વર્ષમાં કમિશનની આવક ૨૦ લાખથી ઓછી હોય તેવા કિસ્‍સામાં પુરાવા આપવામાં આવે તો તેને ટેક્‍સ ભરપાઇ કરવામાંથી મુક્‍તિ મળશે, પરંતુ આ માટે ફરજિયાત જીએસટી નંબર તો લેવો જ પડશે. જેથી સર્વિસ પ્રોવાઇડર દ્વારા આવી બાબતની ખાસ કાળજી રાખે તો જીએસટી વિભાગની કાર્યવાહીમાંથી બચી શકાશે.