૧૫-૧૭ વર્ષના ૪ છોકરાઓએ છોકરી પર ગુજાર્યો બળાત્કાર

૧૫-૧૭ વર્ષના ૪ છોકરાઓએ છોકરી પર ગુજાર્યો બળાત્કાર
૧૫-૧૭ વર્ષના ૪ છોકરાઓએ છોકરી પર ગુજાર્યો બળાત્કાર

ઝારખંડના રામગઢ જિલ્લામાં ૧૯ વર્ષીય એક છોકરી સાથે દુષ્કર્મ આચરવા અને આ કૃત્યનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના આરોપમાં ચાર કિશોરોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના એક અધિકારીએ આ જાણકારી આપી હતી.  પોલીસ અધિકારીના અનુસાર આ ઘટના ૨૧ એપ્રિલના રોજ થઇ હતી, પરંતુ પીડિતાએ પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી ન હતી, કારણ કે છોકરાઓએ ધમકી આપી હતી કે જો તેણે પોતાની આપવિતી કોઇને જણાવી તો તે દુષ્કર્મનો આપત્તિજનક વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેશે. પોલીસ અધિકારીના અનુસાર આરોપી છોકરાની ઉંમર ૧૫ થી ૧૭ વર્ષની વચ્ચે બતાવવામાં આવી રહી છે.

રામગઢના પોલીસ અધિક્ષક વિમલ કુમારે કહ્યું કે છોકરાઓએ કથિત રીતે આ વાંધાજનક વીડિયો ૩ મેના રોજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. પોલીસ અધિક્ષકે કહ્યું, “પીડિત યુવતીના પરિવારે ૪ મેના રોજ રામગઢ પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ચારેય આરોપીઓને પકડીને સુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યા હતા.  છોકરીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આ ઘટના ૨૧ એપ્રિલના રોજ થઇ જ્યારે ચાર છોકરા તેને રામગઢ પોલીસ મથક ક્ષેત્રના કોલસા ડમ્પિંગ યાર્ડમાં એક સુમસામ જગ્યા પર ખેંચીને લઇ ગયા અને તેની સાથે દુષ્કર્મ આચર્યું.