૧પ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી સમીર સુમરા ભગાડી ગયોઃ અપહરણનો ગુનો

૧પ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી સમીર સુમરા ભગાડી ગયોઃ અપહરણનો ગુનો
૧પ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી સમીર સુમરા ભગાડી ગયોઃ અપહરણનો ગુનો

શહેરના માલવીયાનગર વિસ્‍તારમાં રહેતી ૧પ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અંકુરનગરનો શખ્‍સ ભગાડી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ માલવીયાનગર વિસ્‍તારમાં રહેતી ૧પ વર્ષની સગીરા તા. ૧૩ના રોજ પોતાના ઘરે હતી અને તે મોબાઇલ ફોનમાં વાત કરતી હોઇ તેનો ભાઇ જોઇ જતા સગીરા પાસેથી ફોન લઇ લીધા બાદ સગીરાને ઠપકો આપ્‍યા બાદ સગીરાને પાડોશીના ઘરે સુવા માટે મોકલી દીધી હતી. બીજા દિવસે સવારે પાડોશીએ સગીરા કયાંક જતી રહી છે. તેમ તેના ભાઇને જાણ કરતા તેના પરિવારજનોએ શોધખોળ કરતા તેનો કોઇ પત્તો લાગ્‍યો ન હતો. દરમ્‍યાન સગીરા ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં હોવાની જાણ થતા સગીરાનો ભાઇ સહિતના પરિવારજનો ભકિતનગર પોલીસ મથકે દોડી ગયા હતા. ત્‍યાં સગીરાને પૂછતા તે ડરતી હોઇ સરખો જવાબ આપતી ન હોઇ બાદ તેને શાંત પાડી પૂછતા તેણે જણાવ્‍યું હતું કે સમીર સુમરા નામના શખ્‍સ સાથે પોતાને છેલ્લા ત્રણ વર્ષથી પરિચય છે. બંને અવાર નવાર મળતા અને તેણે પોતાને મોબાઇલ ફોન આપ્‍યોહતો. તેણે ફોનમાં કહેલ કે ‘તું મારી સાથે ચાલ આપણે લગ્ન કરી લઇશું તેમ લાલચ આપી મોડી રાત્રે સમીર એકસેસ લઇને આવ્‍યો અને સગીરાને બેસાડી પોતાના ઘરે લઇ ગયો હતો ત્‍યાં તેના પરિવારના લોકો હતા અને એક વકીલ હતા તેણે સલાહ આપેલ કે આ છોકરીની ઉંમર નાની હોઇ જેથી તમે તેને ભકિતનગર પોલીસ સ્‍ટેશને લઇને જાઓ જેથી તેના પરિવારના લોકો પોતાને ભકિતનગર પોલીસ મથકે લઇ આવ્‍યા બાદ પોલીસે પૂછપરછ કર્યા બાદ પોતાના ભાઇને જાણ કરી હતી. તેમ જણાવ્‍યું હતું. આ બનાવ અંગે માલવીયા નગર પોલીસમાં જાણ કરતા પોલીસે સગીરાની માતાની ફરિયાદ પરથી અંકુરનગરના સમીર સુમરા સામે અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.આઇ. એમ. ડી. ગઢવીએ તપાસ હાથ ધરી છે.