સ્પિરિટ ફિલ્મમાં પ્રભાસ સાથે રશ્મિકા મંદાનાની જોડી

સ્પિરિટ ફિલ્મમાં પ્રભાસ સાથે રશ્મિકા મંદાનાની જોડી
સ્પિરિટ ફિલ્મમાં પ્રભાસ સાથે રશ્મિકા મંદાનાની જોડી

‘એનિમલ’ના ડાયરેક્ટર સંદિપ રેડ્ડી વાંગાએ પોતાની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’માં રશ્મિકા મંદાનાને ફરી રિપીટ કરી હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં રશ્મિકાનો હિરો પ્રભાસ હશે. પ્રભાસ અને રશ્મિકા પહેલીવાર હિરોહિરોઈન તરીકે સાથે દેખાશે. 

‘પુષ્પા’ ફિલ્મથી જાણીતી બનેલી રશ્મિકા મંદાના ‘એનિમલ’ ફિલ્મની સફળતા બાદ ટોચની હિરોઈન બની ચુકી છે. હવે ‘એનિમલ’ના ડાયરેક્ટર સંદિપ રેડ્ડી વાંગાએ પોતાની નવી ફિલ્મમાં રશ્મિકાને ફરી તક આપી છે. જોકે, આ મુદ્દે સંદિપ રેડ્ડી વાંગા કે રશ્મિકા તરફથી હજુ કોઈ સત્તાવાર ઘોષણા થઈ નથી. 

સંદિપ રેડ્ડી વાંગા આ ફિલ્મનું શૂટિંગ આગામી સપ્ટેમ્બરથી શરુ કરી દેવાના છે. રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા ટૂ’ આગામી ઓગસ્ટમાં રીલીઝ થવાની છે.  બીજી તરફ પ્રભાસ તેની આગામી ફિલ્મ ‘કલ્કિ ૨૮૯૮ એડી’ની રીલીઝની રાહ જોઈ રહ્યો છે.