સોનુ સૂદ બન્યો મસિહા…

39
સોનુ સૂદ Treatment - Heart disease Child
સોનુ સૂદ Treatment - Heart disease Child

સુષ્મિતા ગુપ્તાએ ટ્વિટર પર એક બાળકની બીમારીનો ઉલ્લેખ કરતી વખતે સોનુ સૂદની મદદ માગી હતી

Subscribe Saurashtra Kranti here

ફિલ્મ અભિનેતા સોનુ સૂદે ઝાંસીના બાળકના જન્મજાત હ્રદયરોગની સારવારની જવાબદારી લીધી છે. ઝાંસીની રહેવાસી સુષ્મિતા ગુપ્તાએ ટ્વિટર પર એક બાળકની બીમારીનો ઉલ્લેખ કરતી વખતે સોનુ સૂદની મદદ માગી હતી. આ પછી, સોનુ સૂદે આ ટ્વીટનો જવાબ આપ્યો અને કહૃાું, તેઓ બાળકની સારવાર કરાવી લેશે.

ઝાંસીના નંદનપુરામાં રહેતો નસીમ બે વર્ષના બાળક અહમદની હ્રદયરોગની સારવારનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હતો. નસીમ મજૂર તરીકે કામ કરે છે અને ગમે તે રીતે પરિવારનું ગુજરાન ચલાવે છે. નસીમે બાળકની સારવાર માટે આશા રોશની નામની સંસ્થાની મદદ માગી હતી.

સંસ્થાના સભ્ય અને શિક્ષક સુષ્મિતા ગુપ્તાએ ૨૦ માર્ચે ટ્વિટર પર બાળકની તસવીર અને ડૉક્ટરની સલાહ સંબંધિત કાગળ શેર કરીને સોનુ સૂદૃની મદદ માગી હતી. ગઈકાલે ગુરુવારે સોનૂ સૂદે આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા કહૃાું, આ બાળકની સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

Read About Weather here

સુષ્મિતા ગુપ્તાએ જણાવ્યું, આ રોગની સારવાર માટે ૪થી ૫ લાખ રૂપિયા ખર્ચ થાય તેમ હતો, પરંતુ પરિવાર આ ખર્ચ ઉઠાવી શકે તેમ નથી. જ્યારે અમે સોનૂ સૂદની મદદ માગી ત્યારે તેણે સારવારની જવાબદારી લીધી હતી. બાળક અને તેનો પરિવાર ૩ એપ્રિલે મુંબઇ જવા રવાના થશે. સોનૂ સૂદના સહાયકે માહિતી આપી છે કે, ૪ એપ્રિલથી બાળકની સારવાર શરૂ થશે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here