સુરત:ગોડાદરા વિસ્તારમાં રહેતી ધો.8માં અભ્યાસ કરતી 13 વર્ષની વિધાર્થીની બેભાન થઈ ઢળી બાદ મોત

રાજકોટ:ગણપતિ વિસર્જન વખતે રમેશભાઇ રામોલીયાનું જૂડવા દિકરાની નજર સામે પાણીમાં ડૂબી જતાં મોત
રાજકોટ:ગણપતિ વિસર્જન વખતે રમેશભાઇ રામોલીયાનું જૂડવા દિકરાની નજર સામે પાણીમાં ડૂબી જતાં મોત
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા કાપડ વેપારીની ધો.8 માં અભ્યાસ કરતી 13 વર્ષની ટવીન્સ પુત્રીઓ ગત સવારે સ્કુલમાં પહેલી બેન્ચ પર બેસી અભ્યાસ કરતી હતી ત્યારે એક પુત્રી અચાનક બેભાન થઈ ઢળી પડતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા સંપૂર્ણ સ્વસ્થ બાળકીના અચાનક મોતથી પરિવાર અને શાળા પરિવાર પણ ચોંકી ઉઠયું હતું.બનાવ અંગે સ્મીમેર હોસ્પિટલ અને પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાન રાજસમંદના વતની અને સુરતમાં ગોડાદરા સાંઈબાબા સોસાયટીમાં રહેતા કાપડ વેપારી મુકેશભાઈ ભંવરલાલ મેવાડાની 13 વર્ષની ટવીન્સ પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિ ગોડાદરાની ગીતાંજલી સ્કૂલમાં ધો.8 માં અભ્યાસ કરે છે.બંને બહેનો ગત સવારે સ્કુલે ગઈ હતી અને પહેલી બેન્ચ પર સાથે બેસી અભ્યાસ કરતી હતી ત્યારે ચાલુ ક્લાસે 11.30 થી 11.45 ના અરસામાં રિદ્ધિ અચાનક બેભાન થઈ ઢળી પડી હતી.

Read Saurashtra Kranti E-Paper here

તેમને ભણાવતા શિક્ષકે તરત પ્રિન્સિપાલને જાણ કરતા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.પણ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. સંપૂર્ણ સ્વસ્થ બાળકીના અચાનક મોતથી પરિવાર અને શાળા પરિવાર પણ ચોંકી ઉઠયું હતું.રિદ્ધિના મોતનું ચોક્કસ કારણ હાલ જાણવા મળ્યું નથી.પોસ્ટમાર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ કારણ સ્પષ્ટ થશે.વધુ તપાસ ગોડાદરા પોલીસ કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here