સિદ્ધાર્થ આનંદે ઋતિક રોશનની ક્રિષ 4ની પુષ્ટિ કરી

સિદ્ધાર્થ આનંદે ઋતિક રોશનની ક્રિષ 4ની પુષ્ટિ કરી
સિદ્ધાર્થ આનંદે ઋતિક રોશનની ક્રિષ 4ની પુષ્ટિ કરી

ઋતિક રોશનની ક્રિષ ૪ લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મને લઇને હવે અપડેટ છે કે, ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરવાનો છે.

સોશયલ મીડિયાના એક પેજ દ્વારા ક્રિષ ૪ના ગેટ-અપમાં ઋતિક રોશન સાથેનું એક પોસ્ટર શેર કરીને જણાવ્યું છે કે, વહ આ રહા હૈ,આપછી  સિદ્ધાર્થ આનંદે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરીને લખ્યું હતું કે, હાં, વહ હૈ. 

ક્રિષ બોલીવૂડની સફળ ફ્રેન્ચાઇજીમાંની એક છે.  પિતા રાકેશ રોશન અને પુત્ર ઋતિક રોશનની જોડીની આ ફિલ્મ છે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વરસે શરૂ થાય તેવી શક્યતા છે.