સરકારી કંપનીના શેરમાં જોરદાર ઘટાડો, એક્સપર્ટે કહ્યું વેચી દો

 સરકારી કંપનીના શેરમાં જોરદાર ઘટાડો, એક્સપર્ટે કહ્યું વેચી દો
 સરકારી કંપનીના શેરમાં જોરદાર ઘટાડો, એક્સપર્ટે કહ્યું વેચી દો

PSU સ્ટોકના આ સરકારી શેરમાં આજે 5 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. નિષ્ણાતો માને છે કે આગામી સમયમાં કંપનીના શેરની કિંમત વધુ નીચે જશે અને એક્સપર્ટે કહ્યું કે, શેર વેચી દો. જો કે આ શેર 19 જાન્યુઆરીના રોજ આ સરકારી કંપનીના શેરની કિંમત 289.25 રૂપિયાના રેકોર્ડ હાઈ પર હતી.

સરકારી કંપની મેંગલોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડના શેરના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના શેરમાં અત્યાર સુધીમાં 24 ટકાનો ઘટાડો થયો છે. 19 જાન્યુઆરીના રોજ આ મિની રત્ન કંપનીના શેરની કિંમત 289.25 રૂપિયાના રેકોર્ડ હાઈ પર હતી. જ્યારે આજે (7મી મે બપોરે 14.20 મિનિટ સુધી) તે 216.50 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે.

6 મહિનામાં પૈસા ડબલ કર્યા હતા

Trendlyne ડેટા અનુસાર, આ PSU સ્ટોકના ભાવમાં 100 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, છેલ્લા એક વર્ષમાં મેંગ્લોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ લિમિટેડના શેર ધરાવતા રોકાણકારોએ અત્યાર સુધીમાં 258.20 ટકાનો નફો કર્યો છે. જ્યારે છેલ્લા એક મહિનામાં સ્ટોક 8 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે અને હજી તે ઘટી જ રહ્યો છે.

શેર આજે 5 ટકાથી વધારેનો ઘટાડો નોંધાયો

આજે બપોરના સમયે કંપનીના શેરમાં 5 ટકાથી વધુના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. સવાલ એ ઊભો થાય છે કે રોકાણકારોએ શું નક્કી કરવું જોઈએ? સ્ટોક રાખો કે વેચો? ચાલો તમને જણાવીએ કે નિષ્ણાતો શું માને છે?

શું કહે છે એક્સપર્ટસ?

એક ખાનગી પોર્ટલનાના અહેવાલ મુજબ, બ્રોકરેજ હાઉસ પ્રભુદાસ લીલાધરે તેની નોટ્સમાં કંપનીને વેચવાની સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસે મેંગલોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડને 138 રૂપિયાનો લક્ષ્યાંક આપ્યો છે. જે વર્તમાન કિંમત કરતા 80 રૂપિયા ઓછા છે.

મોતીલાલ ઓસવાલે કહી આ મોટી વાત?

સાથે જ મોતીલાલ ઓસવાલે આ સરકારી કંપનીના શેર વેચવાની પણ સલાહ આપી છે. બ્રોકરેજ હાઉસનું માનવું છે કે કંપનીના શેર 175 રૂપિયાના સ્તરે પહોંચી શકે છે. જે વર્તમાન કિંમતો કરતા 24 ટકા ઓછા છે. Trendlyne ડેટા અનુસાર, માર્ચ 2023 ક્વાર્ટર સુધી કંપનીમાં સરકારનો કુલ હિસ્સો 71.6 ટકા છે.

જો કે હાલ તો બન્ને એક્સપર્ટે કહી રહ્યા છે તે પ્રમાણે શેરના ભાવ 200 રૂપિયાથી પણ નીચે જઈ શકે છે, તેથી લોકોને હાલ એક્સપર્ટે વેચવા માટે કહ્યું છે.