શાહરૂખ ખાને વિરાટ કોહલીને ‘બોલિવૂડનો જમાઈ’ ગણાવ્યો

શાહરૂખ ખાને વિરાટ કોહલીને 'બોલિવૂડનો જમાઈ' ગણાવ્યો
શાહરૂખ ખાને વિરાટ કોહલીને 'બોલિવૂડનો જમાઈ' ગણાવ્યો

અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે. તે બંને બે બાળકોના માતા-પિતા છે. વિરાટ કોહલી હાલમાં IPL 2024માં વ્યસ્ત છે. શાહરૂખ ખાનની ટીમ પણ IPLની આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. હવે કિંગ ખાને વિરાટ કોહલી વિશે ઈન્ટરવ્યૂમાં વાત કરી છે અને તેના ખૂબ વખાણ કર્યા છે. અનુષ્કા શર્મા સાથે કામ કરી ચૂકેલા કિંગ ખાને કિંગ કોહલીને ‘બોલિવૂડનો જમાઈ’ ગણાવ્યો છે. 

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીના ખૂબ વખાણ કર્યા છે અને કહ્યું કે, હું તેને પસંદ કરું છું. વિરાટ કોહલી સાથે પોતાના સબંધ પર વાત કરતા શાહરૂખ ખાને કહ્યું કે, મેં તેની સાથે ઘણો સમય વિતાવ્યો છે. મને તે સારો લાગે છે. અમે તો કહીએ છીએ કે, તે બોલિવૂડનો જમાઈ છે. હું અન્ય ખેલાડીઓની તુલનામાં તેને સૌથી સારી રીતે જાણુ છું. હું તેને અને અનુષ્કા બંનેને લાંબા સમયથી જાણુ છું અને તેની સાથે ઘણો સમય પસાર કર્યો છે. 

કિંગ ખાને આગળ કહ્યું કે, હું તેને ત્યારથી જાણુ છું જ્યારથી તેમનો ડેટિંગ પીરિયડ ચાલી રહ્યો હતો અને હું અનુષ્કા સાથે ફિલ્મની શૂટિંગ કરી રહ્યો હતો. તેથી તેણે અમારી સાથે અનેક દિવસો વિતાવ્યા હતા. આ કારણોસર અમારો સબંધ દોસ્તી વાળો છે. આ ઉપરાંત એક્ટરે ક્રિકેટરના ડાન્સ કરવાના રમૂજી અંદાજ પર કહ્યું કે, મેં તો તેને પઠાણ ફિલ્મના ટાઈટલ સોન્ગના ડાન્સ સ્ટેપ શીખવ્યા છે. 

એક્ટરે આગળ કહ્યું કે, મેં તેને ભારતની મેચમાં જોયો હતો, તેણે મેચમાં રવિન્દ્ર જાડેજા સાથે ડાન્સ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ તે ડાન્સ સ્ટેપ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, મને ખૂબ દુઃખ થયું કે તેઓ એટલી ખરાબ રીતે ડાન્સ કરી રહ્યા છે! મેં તેને કહ્યું કે ચાલો હું તમને સ્ટેપ્સ શીખવી દઉં, જેથી જ્યારે પણ તમે આગામી વર્લ્ડ કપ અને અન્ય ચેમ્પિયનશિપમાં ડાન્સ કરો ત્યારે કમ સે કમ મને ફોન કરીને પૂછો કે સ્ટેપ્સ કેવી રીતે કરવા. શાહરૂખે અનુષ્કા શર્મા સાથે ‘રબ ને બના દી જોડી’, ‘જબ તક હૈ જાન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. કિંગ ખાન 2017માં તેના લગ્નમાં પણ સામેલ થયો હતો.