શાળાના ક્લાસ રૂમમાં એસીનો ચાર્જ છાત્રના વાલી ઉઠાવે

શાળાના ક્લાસ રૂમમાં એસીનો ચાર્જ છાત્રના વાલી ઉઠાવે
શાળાના ક્લાસ રૂમમાં એસીનો ચાર્જ છાત્રના વાલી ઉઠાવે

દિલ્હી હાઇકોર્ટે એક ખાનગી સ્કૂલ દ્વારા એસીની સુવિધા માટે વસુલવામાં આવતા ચાર્જ રદ કરવા માટેની એક જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી. દરમ્યાન અદાલતે જણાવ્યું હતું કે આ ચાર્જ વાલીએ આપવો જ પડશે.

આ અંગેની વિગત એવી છે કે દિલ્હીની એક ખાનગી સ્કૂલે ક્લાસમાં એસીની સુવિધા માટે અધધ 2000 રૂપિયા માસિક વસૂલવામાં આવતા તેની સામે છાત્રના વાલીએ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી.

આ ફી રદ કરવાની માંગ કરી હતી. અદાલતે વાલીની અરજી ફગાવીને કહ્યું  હતું કે આવી સુવિધાઓ આપવા માટે નાણાંકીય બોજ એકલા સ્કૂલ મેનેજમેન્ટ પર ન નાખવો જોઇએ.