દિલ્હી હાઇકોર્ટે એક ખાનગી સ્કૂલ દ્વારા એસીની સુવિધા માટે વસુલવામાં આવતા ચાર્જ રદ કરવા માટેની એક જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી. દરમ્યાન અદાલતે જણાવ્યું હતું કે આ ચાર્જ વાલીએ આપવો જ પડશે.
આ અંગેની વિગત એવી છે કે દિલ્હીની એક ખાનગી સ્કૂલે ક્લાસમાં એસીની સુવિધા માટે અધધ 2000 રૂપિયા માસિક વસૂલવામાં આવતા તેની સામે છાત્રના વાલીએ હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી.
આ ફી રદ કરવાની માંગ કરી હતી. અદાલતે વાલીની અરજી ફગાવીને કહ્યું હતું કે આવી સુવિધાઓ આપવા માટે નાણાંકીય બોજ એકલા સ્કૂલ મેનેજમેન્ટ પર ન નાખવો જોઇએ.