લોકડાઉનને લઇને કેજરીવાલ સરકારની સ્પષ્તા…

લોકડાઉન-દિલ્હી
લોકડાઉન-દિલ્હી

હાલ ચાલી રહેલ કોરોના લહેર અગાઉની લહેર કરતા વધુ ગંભીર નથી

દિલ્હીમાં કોઇ પણ પ્રકારનું લોકડાઉન લાગુ નહિ થાય: કેજરીવાલની સ્પષ્ટતા

Subscribe Saurashtra Kranti here

દિલ્હીના સીએમ અરિંવદ કેજરીવાલે શુક્રવારે પોતાના એક નિવેદનમાં લોકડાઉન વિશે સ્પષ્ટ કરી દીધું હતું કે રાજધાની દિલ્હીમાં કોરોનાની હાલમાં જે લહેર ચાલી રહી છે, તે અગાઉની લહેર કરતાં વધુ ગંભીર નથી, માટે રાજધાનીમાં કોઈ પણ પ્રકારનું લોકડાઉન નહીં લગાવવામાં આવે. સીએમ કેજરીવાલે કહૃાું હતું કે અમે સ્થિતિની સમીક્ષા કરીશું અને જરૂર પડી તો ચર્ચા વિચારણા કર્યા પછી જ કોઈ નિર્ણય લઈશું.

કેજરીવાલે કહૃાું હતું કે કોરોનાના વધતાં કેસોને લઈને દિલ્હીની આપ સરકાર સતર્ક છે, અને સંક્રમણને રોકવા માટે અને નિયંત્રિત કરવા માટેના દરેક પગલા ઉપાડી રહી છે, મહત્વનું છે કે રાજધાનીમાં કેસો વધતાં સીએમ કેજરીવાલે એક ઇમરજન્સી બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓની સાથે આરોગ્ય મંત્રી સત્યેંદ્ર જૈન પણ સામેલ થયા હતા.

સીએમ કેજરીવાલે કહૃાું હતું કે હાલમાં લગભગ ત્રણ મહિનાથી રસીકરણ ચાલી રહૃાું છે અને અત્યાર બધી જ હોસ્પિટલોમાં અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર રસી આપવાણી છૂટ મળી જવી જોઈએ, તેમણે કહૃાું હતું કે હવે સાઈડ ઇફેક્ટ ઓછા થઈ રહૃાા છે.

Read About Weather here

સીએમ કેજરીવાલે કહૃાું હતું કે લોકડાઉનની કોઈ જ યોજના નથી, પણ રાજધાનીમાં વધેલા દર્દીઓની સંખ્યાને જોતાં હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ, ઑક્સીજન, વેન્ટિલેટર વગેરેની સંખ્યા વધારવાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. કેજરીવાલે વધુમાં કહૃાું હતું કે અમે સ્થિતિ પર નજર રાખી રહૃાા છીએ, અને લોકોને અપીલ છે કે તેઓ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને રસી લગાવડાવે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here