રોહિત શર્મા કેમ રડ્યો ?

રોહિત શર્મા કેમ રડ્યો ?
રોહિત શર્મા કેમ રડ્યો ?

રોહિત શર્માના કેટલાક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં તે મુંબઈ ઈન્ડિયન્સના ડગઆઉટમાં બેસીને રડતો જોવા મળી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો 6 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી મેચનો હતો.

આઈપીએલ 2024ની 6 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાય હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે 7 વિકેટથી જીત મેળવી હતી પરંતુ આ વચ્ચે રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના ડગ આઉટમાં બેસેલા રોહિત શર્મા અચાનક રડવા લાગે છે, આ વીડિયો સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વીડિયો પાછળ શું કારણ છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

આઈપીએલ શરુ થતાં પહેલા રોહિત શર્મા, મુંબઈ ઈન્ડિયન્સ અને હાર્દિક પંડ્યા ચર્ચામાં રહ્યા છે. આ પાછળનું કારણ છે ટીમના કેપ્ટન બદલવાનું. મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટે રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. આને લઈ આઈપીએલ 2024ની મેચ દરમિયાન હાર્દિક પંડ્યા હૂટિંગનો શિકાર પણ બન્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સના હોમ ગ્રાઉન્ડ વાનખેડેમાં પણ ઝપેટમાં આવ્યો હતો. આ વચ્ચે રોહિત શર્માએ આઈપીએલ 2024ની શરુઆત ધમાકેદાર હતી.

આઈપીએલ 2024ની પહેલી 7 ઈનિગ્સમાં 297 રન બનાવનાર રોહિત શર્મા છેલ્લી 5 ઈનિગ્સમાં માત્ર 33 રન જ બનાવી શક્યો છે. તો રોહિત શર્માના ડગ આઉટમાં બેસી રડવાનું કારણ શું છે ? શું તેના ખરાબ ફો્ર્મને લઈ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મેનેજમેન્ટે તો કાંઈ કહ્યું નથી ને. હજુ સુધી રોહિત શર્માના રડવાનું કારણ સામે આવ્યું નથી.

જો આપણે રોહિત શર્માના આઈપીએલ 2024ના છેલ્લા 5 મેચની વાત કરીએ તો તેમણે 33 રન બનાવ્યા છે. હૈદરાબાદ વિરુદ્ધ આઉટ થયા બાદ રોહિત શર્મા ડ્રેસિંગ રુમમાં નિરાશ જોવા મળતા હવે ચાહકોને પણ ચિંતા થઈ રહી છે. કારણ કે, આવતા મહિને ટી20 વર્લ્ડકપ 2024 છે. જેમાં રોહિત શર્મા ભારતીય ટીમનો કેપ્ટન છે. જો આમાં રોહિત શર્માનું બેટ શાંત રહ્યું તો ભારતીય ટીમ માટે અઘરું બની જશે.