‘રેડ-ટુ’માં રિતેશ દેશમુખ નેગેટિવ રોલમાં જોવા મળશે

'રેડ-ટુ'માં રિતેશ દેશમુખ નેગેટિવ રોલમાં જોવા મળશે
'રેડ-ટુ'માં રિતેશ દેશમુખ નેગેટિવ રોલમાં જોવા મળશે

અજય દેવગણની ‘રેઇડ  ટૂનું શૂટિંગ શરૂ થઇ ચુક્યું છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે,આ ફિલ્મમાં વિલનના રોલ માટે રિતેશ દેશમુખને સાઇન કરવામાં આવ્યો છે. રિતેશ પ્રથમ વખત અજય દેવગણની વિરુદ્ધ નકારાત્મક રોલ ભજવતો જોવા મળશે. 

રિતેશ દેશમુખ નકારાત્મક ભૂમિકાને સહજતાથી ભજવી જાય છે. તેથી જ તેની પસંદગે કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યુ ંહતુ.ં 

લાંબા સમયથી બોલીવૂડમાં નિષ્ક્રિય રિતેશ દેશમુખને ઘણા સમય પછી કોઈ નોંધપાત્ર પ્રોજેક્ટ મળ્યો છે. થોડા સમય પહેલાં તેની ‘મસ્તી ફોર’ની પણ જાહેરાત થઈ હતી. 

‘રેઈડ ટૂનું શૂટિંગ ગયા અઠવાડિયે જ મુંબઇમાં શરૂ થઇ ગયું છે. આ ઉપરાંત આ ફિલ્મના શૂટિંગ દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં કરવામાં આવશે. આ ફિલ્મને ૧૫ નવેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે.