રિંછ જેવા દેખાતા દરિયાઈ સૂક્ષ્મ જીવ ટાર્ડિગ્રેડને મળ્યું ચંદ્રયાન-3નું નામ!

રિંછ જેવા દેખાતા દરિયાઈ સૂક્ષ્મ જીવ ટાર્ડિગ્રેડને મળ્યું ચંદ્રયાન-3નું નામ!
રિંછ જેવા દેખાતા દરિયાઈ સૂક્ષ્મ જીવ ટાર્ડિગ્રેડને મળ્યું ચંદ્રયાન-3નું નામ!

જે ચંદ્રયાન-3એ ચંદ્ર પર ઈતિહાસ રચ્યો તેના નામથી એક નવા સમુદ્રી જીવની ઓળખ થશે. ખરેખર તો કોચિન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (કયુસેટ)ના સંશોધકોએ સમુદ્રી ટાર્ડિગ્રેડનું નામ ચંદ્રયાન-3 પરથી રખાયું છે. આ ટાર્ડિગ્રેડની ત્રીજી પ્રજાતિ છે, જે ભારતીય જલક્ષેત્રમાંથી મળી છે.

ટાર્ડિગ્રેડ ખૂબ જ નાનું જાનવર છે. તેને વોટર બિયર એટલે કે પાણીનું રિછ પણ કહેવામાં આવે છે. દેખાવમાં તે ખૂબ જ નાના રિંછ જેવું લાગે છે. આ સૂક્ષ્મ જીવનું નામ બેટિલિપ્સ ચંદ્રયાણી રાખવામાં આવ્યું છે.

દુનિયાભરમાં આ જીવની લગભગ 1300 પ્રજાતિઓ છે. ડિહાઈડ્રેશનથી બચાવ માટે આ જીવોના શરીરની આસપાસ પાણી જરૂરી છે. પાણી ન મળવા પર તેનું શરીર કામ નથી કરતુ પણ જેવું તે પાણીના સંપર્કમાં આવે છે તો તે બીજીવાર જીવતું થઈ જાય છે! આ જળચર જીવ હિમાલયના શિખરથી માંડીને સમુદ્રની ઉંડાઈમાં જોવા મળે છે.