રાજકોટ જિલ્લામાં પંચાયત તલાટીઓ હડતાળ પર ઉતર્યા

રાજકોટ જિલ્લામાં પંચાયત તલાટીઓ હડતાળ પર ઉતર્યા
રાજકોટ જિલ્લામાં પંચાયત તલાટીઓ હડતાળ પર ઉતર્યા

મહેસુલી, રેવન્યુ અને ઓનલાઈન કામગીરીનો આજે બહિષ્કાર, વિરોધ નોંધાવ્યો

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તલાટી મંત્રીઓ પોતાની પડતર મંગણીઓને લઇ આજથી હડતાળ પર ઉતરી આવ્યા છે. તલાટી મંત્રીઓની હડતાળની સીધી અસર સરકારી કામગીરી પર જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

ખાસ કરી આજથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જે પ્રક્રિયા પર સીધી રીતે રોક લાગી જશે અને આ માટે રજિસ્ટ્રેશન કરાવવા આવતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

એક તરફ રાજ્ય સરકાર દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ કરવા જાહેરાત કરવામાં આવી છે બીજી તરફ સમગ્ર સૌરાષ્ટ્ર અને

ગુજરાતમાં તલાટી કમ મંત્રીઓ અને ટઈઊ અર્થાત વિલેજ કોમ્પ્યુટર આંન્ત્રપ્રિનિયોર પોતાની પડતર માંગણીને લઇ માસ સીએલ પર પર ઉતરી વિરોધ નોંધાવી રહ્યા છે.

જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી રજિસ્ટ્રેશન કરાવવા માટે આવતા ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. આજે રાજકોટ જિલ્લાના 384 પંચાયત તલાટી કમ મંત્રીઓ માસ સીએલ પર ઉતરી મહેસુલ, રેવન્યુ અને ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી રહ્યા છે.

તલાટી કમ મંત્રીઓ અને ટઈઊની હડતાલના કારણે આજે મગફળી ખરીદી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ ખોરવાઈ છે. જેના કારણે ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે.

આ મુદ્દે રાજકોટ જુના યાર્ડ ખાતે રજિસ્ટ્રેશન કરાવવા આવેલા લોધિકા તાલુકાના વાગુદડ ગામના ખેડૂત ચંદુભાઈ સખીયાનું કહેવું છે કે ,હાલના સમયે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે એક તરફ ભારે વરસાદના કારણે પાકમાં નુકશાન થઇ રહ્યું છે.

બીજી તરફ સરકાર પોતાના મંત્રીઓ બદલાવવામાં વ્યસ્ત છે અને તલાટી મંત્રીઓ પોતાની માંગ મૂકી હડતાલ કરી રહ્યા છે તો યાર્ડના સત્તાધીશો ચૂંટણીમાં વ્યસ્ત છે માટે ખેડૂતોની સમસ્યા સાંભળવા કોઈ તૈયાર નથી.

Read About Weather here

સરકારથી ન થતું હોય તો ખોટી જાહેરાત ન કરે ના પાડી દે તો ખેડુત પોતાનો માલ વહેંચવાની વ્યવસ્થા જાતે કરી શકે તેમ છે. પરંતું આવા ખોટા વાયદાઓ ન કરે તેવી વિનંતી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here