જામનગર રોડ પર રૂા. 1195 કરોડના ખર્ચે 201 એકરમાં બની રહેલી એઇમ્સ હોસ્પિટલ 750 થી વધુ બેડથી સજ્જ
વિવિધ ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહેલા રાજકોટમાં પ્રજાલક્ષી અનેક સુવિધાઑનો પણ ઉમેરો થઈ રહ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને સારી સુવિધા સભર આરોગ્યની સુવિદ્યા મળી રહે તે માટે નિર્માણ પામેલી રાજકોટ એઇમ્સનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.એઇમ્સમાં ઘઙઉ બાદ હવે ટૂંક સમયમાં OPD શરૂ થશે તેમ આધારભૂત વર્તુળો માંથી જાણવા મળી રહ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
મેડિકલ ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા રાજકોટમાં AIIMS રૂપી વધુ એક ઘરેણું ઉમેરાઈ જવા પામ્યું છે. રાજકોટની ભાગોળે પરા પીપળીયા ગામે નિર્માણ પામી રહેલી ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલનું કામ ફુલ સ્પીડમાં ચાલી રહ્યું છે.રાજકોટ જામનગર રોડ પર રૂપિયા 1195 કરોડના ખર્ચે 201 એકરમાં બની રહેલી એઇમ્સ હોસ્પિટલ 750 થી વધુ બેડથી સજ્જ હશે.
Visit Saurashtra Kranti Homepage here
મહત્ત્વનું છે કે, એક વર્ષ પહેલાં જ 100 જેટલા બેડની સુવિદ્યા શરૂ કરી દેવામાં આવી હતી અને હવે ટૂંક સમયમાં જ ઓપીડી પણ શરૂ કરવામાં આવશે. હાલ એઇમ્સ હોસ્પિટલની પાંચ બિલ્ડીંગો તૈયાર થઈ ગઈ છે.જેમાંથી એક બિલ્ડિંગમાં અત્યારે ઓપીડી શરૂ કરી દેવામાં આવી છે. અન્ય બે બિલ્ડિંગોમાં હોસ્ટેલ અને અધતન લેબ તૈયાર કરવામાં આવી રહી છે. આ સિવાય અન્ય બિલ્ડિંગનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. જે બાદ આગામી મેં અથવા જૂન મહિનામાં ઇન્ડોર સુવિદ્યા પણ શરૂ થશે એટલે કે હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવશે.
જો કે,આ પછી માત્ર 3 થી 4 વિભાગોની કામગીરી બાકી રહેશે અને વર્ષ 2023 ના અંત સુધીમાં આખી હોસ્પિટલ શરૂ થઈ જાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
એઇમ્સના ડાયરેક્ટર ડોક્ટર સી.ડી.એસ કટોચે મીડિયાને જણાવ્યું હતું કે, અમારા તરફથી બધી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે સ્ટાફની ભરતી પણ કરી લેવામાં આવી છે અને હાલ નર્સિંગ સ્ટાફની ટ્રેનિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે. IPD માટે જે સાધનોની જરૂર પડે તેની ખરીદી પણ કરવામાં આવી રહી છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે,હોસ્પિટલ ફર્નિચર માટેનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે.જ્યારે એઇમ્સની બિલ્ડીંગ તૈયાર થઈ જશે ત્યારે અમારી પાસે 15 દિવસથી 1 મહિનાની અંદર બધો જ સામાન આવી જશે. IPD ના 5 જેટલા ટાવર બની રહ્યા છે. જેમાંથી બે જેટલા ટાવરો તૈયાર થઈ ગયા છે અને આ બંને ટાવરમાં 250 બેડની કેપીસીટી ધરાવે છે.
કટ્રક્શનમાં મોડું થવાને લીધે થોડુંક ડીલે થઇ રહ્યું છે. પરંતુ અઠવાડિયામાં એક વખત સતત કેન્દ્ર સરકાર અને એઇમ્સ અધિકારીઓ સતત ફોલોઅપ લઈ રહ્યા છે અને જલ્દીથી જલ્દી કામગીરી પૂર્ણ થાય તેવો પ્રયત કરી રહ્યા છે અને જૂન સુધીમાં આઇપીડી શરૂ કરી દેવામાં આવશે. આઇપીડીમાં ઓછામાં ઓછી 18 જેટલી મલ્ટી સ્પેશિયાલિટી, ઓપરેશન થિયેટરનું કામ ઓક્ટોબર, નવેમ્બરમાં અને સીટી સ્કેનનું મશીન, ડાયગ્નોલોજીક રેડિયો સહિતની સુવિધાઓ શરૂ થઈ જશે અને ગુજરાતની જનતાને 2023 સુધીના અંત સુધીમાં એઇમ્સ હોસ્પિટલને અર્પણ કરવામાં આવશે.
Read About Weather here
જનતાને સારી સુવિધા મળે તેવો પ્રયત્ન પણ કરવામાં આવશે એટલે કહી શકાય કે 2023 ના અંત સુધીમાં ગુજરાતની જનતાને મોટાભાગની જે સુવિધા છે તે મળી જશે અને બે થી ત્રણ મહિનામાં જ મલ્ટી સ્પેશિયાલિટી સારવાર પણ શરૂ કરી દેવામાં આવશે. જેમાં ગંભીર રોગની સારવાર પણ થઈ શકે જેવા કે ઓપરેશન સહિતની જે સારવાર છે તે શરૂ થઈ જશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here
તમામ સુવિધા સારવાર માટે સૌરાષ્ટ્રના લોકો માટે AIMS બનશે આર્શીવાદ રૂપ
રાજકોટ નજીક આવેલા પરા પીપળિયા ગામ પાસે 201 એકરમાં હોસ્પિટલ આકાર પામી રહી છે. જેમાં કુલ 750 બેડ હશે તેમાં મુખ્ય 19 જેટલી બિલ્ડીંગો નિર્માણ બનાવાશે. મોટાભાગની બિલ્ડીંગોના કામ પૂર્ણતાના આરે છે. હોસ્પિટલના સ્પેશિયાલિટી વિભાગમાં 120 બેડ હશે. જેમાં જનરલ સર્જરીના 60 બેડ,ઓર્થોપેડિકસના 30, આંખના વિભાગના 15, નાકની સારવાર માટે 15 બેડ ઉપલબ્ધ રહેશે. મેડિસિન વિભાગમાં 165 બેડની વ્યવસ્થા હશે જે પૈકી જનરલ મેડિસિનના 60, બાળકોના 60, ચામડીના રોગ માટે 15 તેમજ મનો ચિકિત્સક વિભાગમાં 30 બેડની અને ગાયનેક વિભાગમાં 75 બેડની સુવિધા ઉપલબ્ધ થશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here