રસ્તામાં તિરાડ આવે તો આપોઆપ થઈ જશે રીપેર, નહીં પડે ખાડો

રસ્તામાં તિરાડ આવે તો આપોઆપ થઈ જશે રીપેર, નહીં પડે ખાડો
રસ્તામાં તિરાડ આવે તો આપોઆપ થઈ જશે રીપેર, નહીં પડે ખાડો

રસ્તા પર પડતા ખાડા દર વર્ષે હજારો મોત માટે જવાબદાર હોય છે. સમસ્યા એ આવે છે કે, એક વખત રસ્તા પર ખાડો પડી જાય તો તેને રીપેર કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને પછી સમારકામનું કામ શરૂ થાય છે. આ તમામ પ્રક્રિયાને પૂરી કરવામાં મહિનાઓ નીકળી જાય છે. પરંતુ હવે નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI)એ એવી ટેક્નોલોજી શોધી કાઢી છે જેના દ્વારા રસ્તાઓ આપોઆપ રીપેર થઈ જશે. તે થોડું વિચિત્ર લાગે છે પરંતુ ટૂંક સમયમાં તમને આ ટેક્નોલોજી ભારતીય રસ્તાઓ પર જોવા મળશે.

NHAIનું કહેવું છે કે, રસ્તામાં ‘સેલ્ફ હીલિંગ’ ટેક્નોલોજી વિકસિત કરવા માટે નવા પ્રકારના ડામરનો ઉપયોગ કરવામાં આવશે. આ મામલે સબંધિત એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, રસ્તો બનાવતી વખતે જ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જે રસ્તામાં ખાડા પડતા અટકાવશે. પ્રથમ તો આ  ટેક્નોલોજીના ઉપયોગથી રસ્તામાં જલ્દી તિરાડ નહીં પડશે. જો નાની-મોટી તિરાડ આવી જાય તો તે આપોઆપ રીપેર થઈ જશે અને મોટા ખાડા નહીં બનશે.

અધિકારીનું કહેવું છે કે આ ટેકનીકના ઉપયોગથી રસ્તાઓ ઝડપથી ખરાબ નહીં થશે અને તેના કારણે તેને વારંવાર રીપેર કરવાનો ખર્ચ પણ બચશે. આ ઉપરાંત રિપેરિંગ કામ દરમિયાન વારંવાર ટ્રાફિકને રોકવો પડે છે અથવા ડાયવર્ટ કરવો પડે  છે તો આ ટેક્નોલોજીથી આ સમસ્યામાંથી પણ છુટકારો મળી જશે. એનો અર્થ એ કે, ભવિષ્યમાં ટ્રાફિકને રોકવા કે ડાયવર્ટ કરવાની જરૂર નહીં પડશે. 

કેવી રીતે કામ કરશે આ ટેક્નોલોજી

અધિકારીએ જણાવ્યું કે, રસ્તો બનાવતી વખતે સ્ટીલના પાતળા રેસા નાખવામાં આવશે જેમાં બિટુમિન જે એક પ્રકારનો ડામર હોય છે તેનો ઉપયોગ કરવામાં આવશે. રસ્તામાં તિરાડ પડતાની સાથે જ આ બિટુમિન ગરમ થઈને ફેલાઈ જશે અને ફરી કોંક્રિટ સાથે મળીને સ્ટીલના રેસાને જોડી દેશે. આ પ્રક્રિયાથી રસ્તા પર ખાડા નહીં પડશે. 

માર્ગ અકસ્માતનું મોટું કારણ રસ્તા પર પડતા ખાડા

હાઈવે મિનિસ્ટ્રીના ડેટા પર નજર કરીએ તો વર્ષ 2022માં ખરાબ રસ્તાના કારણે થતા માર્ગ અકસ્માતોમાં 22.6%નો વધારો થયો છે. 2021માં જ્યાં 3,625 અકસ્માતો થયા હતા તો બીજી તરફ આ આંકડો 2022માં વધીને 4,446 પર પહોંચી ગયો હતો. આ અકસ્માતોમાં 1,800 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો જે અગાઉના વર્ષ કરતાં 2% વધુ હતો.