રશિયા-યુક્રેન યુદ્ધનો આઠમો દિવસ LIVE

રશિયા-યુક્રેન યુદ્ધનો આઠમો દિવસ LIVE
રશિયા-યુક્રેન યુદ્ધનો આઠમો દિવસ LIVE
રશિયન સેનાએ ખેરસોન શહેર પર પણ કબજો કરી લીધો છે, રશિયા પછી, ખેરસોનના મેયર ઇગોર કોલ્યખેવે પુષ્ટિ કરી છે કે રશિયન સૈનિકોએ બંદર શહેર પર કબજો કરી લીધો છે. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની ઓફિસે એક નિવેદન આપ્યું છે કે લડાઈ હજુ પણ ચાલુ છે. યુક્રેન પર રશિયાનો હુમલો સતત આઠમા દિવસે પણ ચાલુ છે. પુતિનની સેનાએ રાજધાની કિવને ઘેરી લીધું છે. થોડા કલાકો પહેલા જ સેનાએ કિવના એક રેલવે સ્ટેશન પર મિસાઈલ છોડી હતી. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો છે જ્યારે લોકોને સ્ટેશનથી રેસ્ક્યું કરવામાં આવી રહ્યા હતા.સંયુક્ત રાષ્ટ્રના હાઈ કમિશનર ફુલિપો ગ્રાંડીએ ટ્વીટ કર્યું હતુ કે, માત્ર સાત દિવસમાં જ અમે યુક્રેનનાં 10 લાક શરણાર્થીઓને પડોશી દેશોમાં હિજરત કરતા જોયા છે.સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર રશિયાના હુમલામાં યુક્રેનમાં અત્યાર સુધીમાં 752 નાગરિકોના મોત થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ આંકડો 1 માર્ચ સુધીનો જણાવવામાં આવી રહ્યો છે.ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે યુક્રેનમાં થયેલા વિનાશની તપાસ શરૂ કરી છે. કોર્ટે કહ્યું કે આ રીતે લોકોને શિકાર બનાવવા સામે તપાસ અને કાર્યવાહી જરૂરી છે.યુક્રેન પર રશિયાના હુમલાને જોતા વિશ્વ બેંકે બેલારુસ અને રશિયામાં તેના તમામ પ્રોજેક્ટ બંધ કરી દીધા છે. યુદ્ધમાં રશિયાને સાથ આપવા બદલ બેલારુસ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે.અમેરિકાએ યુક્રેનને 100થી વધુ એન્ટી એરક્રાફ્ટ સ્ટિંગર મિસાઈલ આપી છે. શસ્ત્રો પૂરા પાડવાના પ્રશ્ન પર અમેરિકાની સરકારે કહ્યું કે યુક્રેનને હજુ પણ રક્ષણાત્મક સાધનોની જરૂર છે.

રશિયા-યુક્રેન યુદ્ધનો આઠમો દિવસ LIVE રશિયા
રશિયા-યુક્રેન યુદ્ધનો આઠમો દિવસ LIVE રશિયા

યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન પોલેન્ડ, મોલ્ડોવા અને બેલ્જિયમની મુલાકાત લેશે. અમેરિકી રક્ષા વિભાગે આ માહિતી આપી છે.હુમલાની સાથે સાથે શાંતિના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. બંને દેશોના ટોચના અધિકારીઓ બેલારુસ-પોલેન્ડ સરહદ પર બેઠક કરી રહ્યા છે. આ પહેલા યુક્રેને માંગ કરી છે કે રશિયાના ગ્લોબલ ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ, જેથી તેના જુઠ્ઠાણાનો પ્રચાર અટકે.યુક્રેનમાં યુદ્ધને જોતા અમેરિકાએ રશિયાની સાથે બેલારુસ પર પણ કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસે કહ્યું છે કે રશિયા અને બેલારુસના સંરક્ષણ ક્ષેત્રમાં થતી નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં ફાઈટર એરક્રાફ્ટના પાર્ટસ, સેનાના વાહનોનો સમાવેશ થાય છે. યુક્રેન-રશિયા યુદ્ધની વચ્ચે અમેરિકાએ પહેલીવાર બેલારુસ પર પ્રતિબંધ લગાવ્યો છે.

રશિયા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે યુક્રેને ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવ્યા છે. હવે આ અંગે ભારતના વિદેશ મંત્રાલયનું નિવેદન આવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે ભારતીય દૂતાવાસ સતત ભારતીય લોકોના સંપર્કમાં છે. યુક્રેનિયન ઓથોરિટીની મદદથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી ભારતના કોઈપણ વિદ્યાર્થીને બંધક બનાવાયો હોવાની માહિતી મળી નથી.વિશ્વ બેંકે રશિયા અને બેલારુસમાં તેના તમામ પ્રોજેક્ટ સ્થગિત કરી દીધા છે. જ્યારે, યુક્રેનના ઘણા શહેરોમાં હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી છે. આ યુદ્ધ દરમિયાન યુરોપિયન યુનિયન અને અમેરિકાએ પણ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે.રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે કહ્યું છે કે તેમનો દેશ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીને તેના રાષ્ટ્રના વડા તરીકે સ્વીકારવા તૈયાર છે. આટલું જ નહીં લાવરોવે રશિયાને ખાતરી આપી હતી

ઝેલેન્સ્કીનો પણ સંપૂર્ણ રીતે બચાવ કરવા તૈયાર છે. અલ જઝીરાને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે જો યુક્રેન અમને તેના હથિયારોની માહિતી આપશે તો અમે હુમલો અટકાવી દઈશું.રશિયન વાયુસેનાએ SU-25 એરક્રાફ્ટથી યુક્રેનની રાજધાની કિવ નજીક એક રહેણાંક મકાન પર હવાઈ હુમલો કર્યો છે.ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, રશિયન આર્મી યુક્રેનની લશ્કરી કેમ્પ પરસ્ટ્રાઈક કરવાની તૈયારી કરી રહી હતી, પરંતુ કોઈ પ્રવૃત્તિ ન થતાં એપાર્ટમેન્ટમાં જ હુમલો થયો હતો.હુમલાની સાથે જ શાંતિની કોશિશો પણ ચાલી રહી છે. બંને દેશોનાં ટોચના અધિકારી બેલારુસ-પોલેન્ડ બોર્ડર પર બેઠક કરી રહ્યા છે. આ અગાઉ યુક્રેને માગણી કરી છે કે રશિયાને ગ્લોબલ ઈન્ટરનેટ પર પણ પ્રતિબંધિત કરવામાં આવે, જેનાથી તેના ખોટા પ્રચારને રોકી શકાય.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બન્ને મોરચે સતત જાનહાનિ વધી રહી છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કીવ પર સતત બોમ્બમારો કરી રહી છે. આ દરમિયાન વ્હાઇટ હાઉસે રશિયા અને તેના સાથી બેલારુસ સામે વધારાના પ્રતિબંધોની જાહેરાત કરી છે, જેમાં નિકાસ નિયંત્રણો વધારવાનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધોમાં રશિયન ઓઈલ રિફાઈનરીઝ અને રશિયન તથા બેલારુસના સૈન્યને સહયોગ આપતી સંસ્થાઓને લક્ષ્ય બનાવાઈ છે.બુધવારના નવા પગલાઓમાં રશિયાની સૈન્ય માટે યુદ્ધ વિમાન, પાયદળના યુદ્ધવાહનો, ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલીઓ, મિસાઇલો અને માનવરહિત હવાઈ વાહનો બનાવતી 22 રશિયન સંરક્ષણ સંસ્થાઓને લક્ષ્ય બનાવતા પ્રતિબંધો છે.યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટે ઓઈલ અને ગેસ એક્સ્ટ્રેક્શનના સાધનો પર વધારાના નિકાસ નિયંત્રણોની પણ જાહેરાત કરી હતી

જે લાંબા ગાળે રશિયાની રિફાઇનિંગ ક્ષમતાને નુકસાન પહોંચાડશે.અત્યાર સુધી તો બાઈડેન વહીવટીતંત્ર અને પશ્ચિમી સાથીઓએ વૈશ્વિક ઊર્જા પુરવઠાને આંચકો ન આવે તે માટે રશિયન ઊર્જા ક્ષેત્રને નિશાન બનાવવાથી મોટાભાગે દૂર રહ્યા છે. વ્હાઇટ હાઉસે, જો કે, એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસ અને સાથી દેશો “સમય સાથે અગ્રણી ઊર્જા સપ્લાયર તરીકે રશિયાની સ્થિતિને બગાડવામાં મજબૂત રસ ધરાવે છે.” રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં બન્ને મોરચે સતત જાનહાનિ વધી રહી છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કીવ પર સતત બોમ્બમારો કરી રહી છે. મિસાઈલ છોડી રહી છે. આ ઉપરાંત ખેરસન શહેર પર રશિયાનો કબજો થઈ ગયો છે અને ખાર્કિવ શહેરમાં પણ તેના સૈનિકો પહોંચ્યા છે.રશિયાએ બુધવારે યુક્રેન ઉપર પોતાના હુમલાને વધારે ઘાતક બનાવી દીધા છે.

સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં બુધવારે રાત્રે રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પર મતદાન યોજાયું હતું. આ પ્રસ્તાવની તરફેણમાં 41 મત જ્યારે વિરોધમાં 5 મત પડ્યા છે. ભારત સહિત 35 દેશે આ મતદાનમાં ભાગ લીધો ન હતો. રશિયાના પક્ષમાં મતદાન કરનારા દેશમાં રશિયા, બેલારુસ, ઉત્તર કોરિયા, ઈરીટ્રિયા અને સીરિયાનો સમાવેશ થતો હતો. જ્યારે મતદાનમાં ગેરહાજર રહેનારા દેશોમાં ભારત, ચીન, પાકિસ્તાન, ઈરાક અને ઈરાનનો સમાવેશ થતો હતો.બીજી બાજુ યુક્રેન તથા રશિયા વચ્ચે પોલેન્ડમાં થોડા કલાકોમાં જ વાતચીત શરૂ થઈ શકે છે. બન્ને દેશના પ્રતિનિધિ મંડળ મંત્રણા સ્થળ પર જવા નિકળી ચુક્યા છે.

તો રશિયાએ પ્રથમ વખત સ્વીકાર્યું છે કે તેના 498 સૈનિક માર્યા ગયા છે અને આશરે 1500 સૈનિક બંદી બનાવવામાં આવ્યા છે.બુધવારે પરિવહન સેવાઓ, હોસ્પિટલ્સ, રહેઠાણો સહિતના સેંકડો સ્ટ્રક્ચર્સનો સર્વનાશ કરી દીધો છે. આ હુમલામાં યુક્રેનના 2,000 કરતાં વધારે નાગરિકોનાં મોત થયાં છે,તેમ યુક્રેનની ઈમર્જન્સી સર્વિસ દ્વારા માહિતી આપવામાં આવી છે. દેશમાં પ્રત્યેક કલાકે મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ તથા સુરક્ષા દળો મોતને ભેટી રહ્યા છે. તો બીજી બાજુ વોલોડિમીર ઝેલેન્સ્કીએ પણ જણાવ્યું છે કે છેલ્લા છ દિવસમાં લગભગ 6000 રશિયનના યુદ્ધમાં મોત થયાં છે.

આજે યુક્રેન-રશિયા વચ્ચે સતત બીજા દિવસે યુક્રેન-રશિયા વચ્ચે બેઠકનો દોર યોજાવા જઈ રહ્યો છે. આ બેઠકમાં કોઈ ઉકેલ આવે તેવી આશા રાખવામાં આવી રહી છે. બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં કહ્યું કે યુક્રેન પર હુમલો કરી પુતિને બહુ મોટી ભૂલ કરી છે.રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ બાદ યુક્રેનથી મોટી સંખ્યામાં નાગરિકો અન્ય દેશોમાં ભાગી રહ્યા છે. આ સંજોગોમાં વિશ્વ સમક્ષ શરણાર્થી સંકટ ગંભીર બનવાની શક્યતા વધી ગઈ છે. યુક્રેનની સરહદ નજીક આવેલા પોલેન્ડ, હંગેરી, માલદોવા, રોમાનિયા, સ્લોવાકિયા તથા બેલારુસમાં સૌથી વધારે શરણાર્થીઓ પહોંચી રહ્યા છે. રશિયાના વિદેશમંત્રી સર્જેઈ લાવરોવે જણાવ્યું છે કે જો ત્રીજુ વિશ્વયુદ્ધ થશે તો એમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ થશે અને વ્યાપક જાનહાનિ થશે.

Read About Weather here

વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (WHO)ના વડા ટેડ્રોસ અધનોમ ઘેબ્રેસિયસે યુક્રેન સંકટ અંગે કહ્યું છે કે યુક્રેનમાં હેલ્થકેર કેન્દ્રો ઉપર હુમલો થવાની બાબત ખૂબ જ ચિંતાજનક છે. તેમણે કહ્યું કે હેલ્થકેર ઉપર હુમલા થવા તે આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું ઉલ્લંઘન છે. તો બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની ચોથા તબક્કાની 11મી ઈમર્જન્સી વિશેષ સત્રની શરૂઆત થઈ ગઈ છે.સંયુક્ત આરબ અમીરાત (UAE)એ યુક્રેનના નાગરિકો માટે વિઝા છૂટને હંગામી ધોરણે રદ્દ કરી દીધી છે. આબુધાબીમાં યુક્રેનના દૂતાવાસે પોતાના ફેસબુક પેજ ઉપર કોઈ કારણ દર્શાવ્યા વગર વિઝા છૂટ સેવાને રદ્દ કરવાની જાહેરાત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here