યુવાનને લગ્ન માટે યોગ્‍ય પાત્ર ન મળતા દામનગરમાં યુવતિનું ગળાફાંસો ખાતા મોત

યુવાનને લગ્ન માટે યોગ્‍ય પાત્ર ન મળતા દામનગરમાં યુવતિનું ગળાફાંસો ખાતા મોત
યુવાનને લગ્ન માટે યોગ્‍ય પાત્ર ન મળતા દામનગરમાં યુવતિનું ગળાફાંસો ખાતા મોત

અમરેલી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્‍યું હોય તેમ બે કમોતના બનાવો નોંધાયા હતાં. જેમાં બગસરામાં યુવાનને લગ્ન માટે યોગ્‍ય પાત્ર નમળતા તેમજ દામનગરમાં યુવતિનું ગળાફાંસો ખાઇ જતા મોત નિપજયું હતું. બગસરાનવાજીનપરામાં રહેતા સંજયભાઇ લાલજીભાઇ ડુંબાળીયા ઉ.વ.૨૫ને ઘણા સમયથી લગ્ન કરવાનો કહેતો હોય અને લગ્ન માટે યોગ્‍ય પાત્ર મળતું ન હોય. જે અંગે પોતાને લાગી આવતા પોતે પોતાના મકાનમાં આવેલ છતના હુકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ જતાં મોત નિપજયાનું માતા અનુબેન લાલજીભાઇ ડુંબાળીયાએ બગસરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. બીજા બનાવમાં લાઠી તાલુકાના દામનગરમાં રહેતી રૂચિતાબેન વિનુભાઈ ડોડીયા ઉ.વ.૧૮ તા. ૨૩-૩ના સવારે આશરે ૧૧-૩૦ કલાકે પોતાના ઘરે હતી તે દરમ્‍યાન રૂમના પંખા સાથે ચુંદડીનો છેડો બાંધી કોઇ અગમ્‍ય કારણોસર ગળાફાંસો ખાઇ જતા પ્રથમ દામનગર દવાખાને અને વધુ સારવાર માટે અમરેલી સિવીલ હોસ્‍પિટલમાં સારવાર દરમ્‍યાન તા. ૨૮-૪ના મોડી રાત્રીના મૃત્‍યું પામ્‍યાનું માતા રેખાબેન વિનુભાઇ ડોડીયાએ દામનગર પોલીસ  મથકમાં જાહેર કરેલ છે.