મે મહિનામાં દર અઠવાડિયે આવશે નવી ગુજરાતી ફિલ્‍મ

મે મહિનામાં દર અઠવાડિયે આવશે નવી ગુજરાતી ફિલ્‍મ
મે મહિનામાં દર અઠવાડિયે આવશે નવી ગુજરાતી ફિલ્‍મ

ગુજરાતી ફિલ્‍મ્‍સ માટે વર્ષ ૨૦૨૪ની શરુઆત ધમાકેદાર થઈ હતી. જાન્‍યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં ઘણી ગુજરાતી ફિલ્‍મો રિલીઝ થઈ હતી. હવે આ મહિનામાં પણ કંઈક એવું જ થવાનું છે. મે મહિનામાં પણ અનેક ગુજરાતી ફિલ્‍મ રિલીઝ થઈ રહી છે.

વર્ષ ૨૦૨૪માં ગુજરાતી ફિલ્‍મોની બાબતે જાન્‍યુઆરી જબરજસ્‍ત રહ્યો હતો. કારણકે જાન્‍યુઆરીમાં પાંચ ફિલ્‍મો રિલીઝ થઈ હતી. ૫ જાન્‍યુઆરીના રોજ કૃષ્‍ણદેવ યાજ્ઞિક ની ફિલ્‍મ ‘ડેની જીગર – એકમાત્ર…’ રિલીઝ થઈ હતી. જેમાં યશ સોની અને તર્જની ભાડલા મુખ્‍ય ભૂમિકામાં હતા. પછી ૧૨ જાન્‍યુઆરીએ શત્રુધ્‍ન ગોસ્‍વામી ની ‘પ્રેમ નો પડકાર’રિલીઝ થઈ હતી. જેમાં હીતુ કનોડિયા અને મમતા સોની મુખ્‍ય ભૂમિકામાં હતા. ત્‍યારબાદ ૧૯ જાન્‍યુઆરીએ મંથન પુરોહિત અભિન્ન શર્માની રોનક કામદાર માનસી પારેખ સ્‍ટારર ‘ઇટ્ટા કિટ્ટા’રિલીઝ થઈ હતી. તે જ દિવસે એટલે કે ૧૯ જાન્‍યુઆરીએ દર્શન અશ્વિન ત્રિવેદી ની અભિનય બેન્‍કર શ્રદ્ધા ડાંગર અને ભવ્‍યા શિરોહી અભિનિત ‘મારા પપ્‍પા સુપરહિરો’રિલીઝ થઈ હતી. તે પછી ૨૬ જાન્‍યુઆરીએ ભાવિન ત્રિવેદીની ફિલ્‍મ મુક્‍તિઘર રિલીઝ થઈ હતી. જેમાં રાગી જાની અને ચૈતન દૈયા સહિત અન્‍ય સ્‍ટાર્સ હતા.