મેટ ગાલા ઈવેન્ટમાં ભાગ લેવા આલિયાએ 63 લાખની ટિકીટ ખરીદી?

મેટ ગાલા ઈવેન્ટમાં ભાગ લેવા આલિયાએ 63 લાખની ટિકીટ ખરીદી?
મેટ ગાલા ઈવેન્ટમાં ભાગ લેવા આલિયાએ 63 લાખની ટિકીટ ખરીદી?

તાજેતરમાં ન્યુયોર્કમાં દુનિયાની સૌથી મોટી ફેશન ઈવેન્ટ મેટ ગાલામાં પહોંચેલી આલિયા ભટ્ટના લુકને માત્ર ભારત જ નહીં બલકે ઈન્ટરનેશનલમાં પણ પસંદ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે મેટ ગાલામાં જવું સરળ નથી. તેમાં ભાગ લેવા માટે મોટી રકમ ચૂકવવી પડે છે. આ ઈવેન્ટમાં ભાગ લેનારે લગભગ 63 લાખ રૂપિયાની ટિકીટ ખરીદવી પડે છે. જયારે પુરા ટેબલની ફી લગભગ 3 કરોડ રૂપિયા છે. ખરેખર તો આ ઈવેન્ટ ફંડ એકત્ર કરવા માટે જ આયોજીત કરવામાં આવે છે.

જાણકારોના કહેવા મુજબ જયારે ટેબલ કંપનીઓ અને ડિઝાઈન હાઉસ દ્વારા પોતાના મહેમાનો દ્વારા લુક કરવામાં આવે છે ત્યારે ટિકીટની કિંમત ખુદ સેલિબ્રિટી ચૂકવે છે. મેટ ગાલામાં ભાગ લેનારાઓને આયોજન સમીતીની મંજુરી લેવી પણ જરૂરી છે.

આ સ્થિતિમાં સવાલ એ છે કે શું ફેશનની દુનિયાનો ઓસ્કાર કહેવાતી મેટ ગાલાનો ભાગ બનવા માટે આલિયાએ પણ લગભગ 63 લાખ રૂપિયાની મોટી રકમની ટિકીટ ખરીદી હતી કે પછી તેની ટિકીટ કોઈ કંપની કે ફેશન હાઉસે સ્પોન્સર કરી હતી?

જો કે આ બારામાં આલિયા તરફથી કોઈ જાણકારી નથી આપવામાં આવી. પણ એટલું ચોકકસ છે કે સતત બે વર્ષથી આ ઈવેન્ટનો ભાગ બનીને આલિયા દુનિયાભરમાં છવાઈ ગઈ છે. ખાસ કરીને આ વખતે ત્યાં બોલીવુડની એકમાત્ર સેલીબ્રીટી હોવાના કારણે તેને ખૂબ જ લાઈમ લાઈટ મળી હતી.