માળિયામાં માતા-પુત્રની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા

માળિયામાં માતા-પુત્રની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા
માળિયામાં માતા-પુત્રની છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા

માળિયામાં ખેતરમાં ભેંસ ચરાવવા મુદે બોલાચાલી થતા એક ઇસમેં માતા અને પુત્રને છરીના ઘા ઝીંકી દેતા બંનેના સારવારમાં મોત થયા હતા જે બનાવ હત્યામાં પલટાયો હોય જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી આજીવન સખ્ત કેદની સજા ફટકારી છે.

ગત તા. ૨૮-૦૯-૨૦૨૨ ના રોજ સાંજે ચારેક વાગ્યાના અરસામાં ફરિયાદી ઈશાભાઈ મોવરનો દીકરો હબીબ ખેતરમાં ટ્રેક્ટર ચલાવતો હોય ત્યારે ભત્રીજા યુસુફભાઈનો દીકરો શાહરૂખ શેઢે ભેંસ ચરાવતો હતો અને ભેંસો ચરતી ચરતી ખેતરમાં આવતા ફરિયાદીના દીકરાએ શાહરૂખને તમારી ભેંસો કપાસના પાકને નુકશાન કરે છે કહેતા શાહરુખના પિતાજી યુસુફભાઈએ ઠપકો આપ્યો હતો જેથી ઉશ્કેરાઈ જઈને શાહરૂખે દીકરા અને પત્ની સાથે ઝપાઝપી કરી દીકરા હબીબ (ઉ.વ.૨૩) ને છરીના ઘા મારી તેમજ પત્ની ઝરીના (ઉ.વ.૪૫) ને છરીના ઘા ઝીંકી દેતા ફરિયાદીના પત્ની અને પુત્રનું મોત થયું હતું જે બનાવ મામલે માળિયા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો
   જે કેસ મોરબી બીજા એડીશનલ સેશન્સ જજ વિરાટ એ બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ સી દવેએ કોર્ટમાં ૧૯ મૌખિક પુરાવા અને ૪૬ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી શાહરૂખ યુસુફ મોવરને કસુરવાન ઠેરવ્યો હતો કોર્ટ આરોપીને ભારતીય દંડ સહીનતાની કલમ ૩૦૨ મુજબના શિક્ષા પાત્ર ગુનામાં કસુરવાન ઠેરવી આજીવન સખ્ત કેદની સજા અને રૂ ૪ લાખ દંડ અને ફંડની રકમ ના ભરે તો વધુ ૩ વર્ષની સખ્ત કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે તેમજ મૃતક હબીબ મોવર અને જરીનાબેન ઈશાભાઈ મોવરના મૃત્યુ સંબધે તેના કાયદેસરના વારસોને મળવાપાત્ર વળતર ચુકવવા સંબંધે જરૂરી કાર્યવાહી અર્થે હુકમ ની એક નકલ સચિવ, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ,મોરબીને મોકલી આપવા હુકમ કર્યો છે.