માલી દેશની મહિલા બે-ત્રણ નહીં પરંતુ સાત બાળકોને આપશે જન્મ..!!

203
Mali-Desh-Child-માલી
Mali-Desh-Child-માલી
આ મહિલા પર આવનારી સંભવિત આફતમાં મદદ માટે માલીના અનેક લોકોએ ઓફર કરી છે

Subscribe Saurashtra Kranti here

આફ્રિકાના ગરીબ દેશ માલીમાં એક મહિલાના ગર્ભમાં રહેલા સાત બાળકો જન્મવાની રાહ જોઇ રહયા છે. એક સાથે સાત બાળકો ગર્ભમાં ઉછરી રહૃાાં હોવાની બાબત અસાધારણ છે. આથી મહિલાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હવા ઉપરાંત સાર સંભાળ માટે માલી દેશની સરકાર મહિલાને મોરકકો મોકલવાની તૈયારી કરી રહી છે. માલિના આરોગ્ય ખાતાના જણાવ્યા અનુસાર આમ તો ઘર આંગણે સારવાર મળી શકતી હતી પરંતુ આ વિશિષ્ટ પરીસ્થિતિમાં મહિલાને સારી ચિકિત્સાની જરુર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એક બે કે ત્રણ નહી પરંતુ સાત બાળકોનો ગર્ભમાં ઉછેર થઇ રહયો હોવાની ઘટનાએ માલીમાં ચર્ચા જગાવી છે. આ મહિલા છેલ્લા બે સપ્તાહથી પાટનગર બમાકોની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહી હતી.

અસાધારણ ગર્ભાવસ્થાની સ્થિતિનું સતત મોનિટિંરગ કરતા રહેવું જરુરી બન્યું છે. સ્થાનિક મીડિયામાં ૨૫ વર્ષની મહિલાનું નામ જણાવવામાં આવ્યું નથી પરંતુ તે માલીના ઉત્તરમાં આવેલા ટીંબકટુની રહેવાસી છે. આ મહિલાની સારવારનો તમામ ખર્ચ સરકારે ઉઠાવવાનું નકકી કર્યુ છે.

મહિલા એક સાથે સાત બાળકોને જન્મ આપશે તેવા સંજોગોમાં પણ દરેકનું પાલન-પોષણ કરવું તેના માટે પડકારરુપ બનશે. આ મહિલા પર આવનારી સંભવિત આફતમાં મદદ માટે માલિના અનેક લોકોએ ઓફર કરી છે.

Read About Weather here

ઉલ્લેખનિય છે કે, એક સાથે આટલા વધુ સંખ્યામાં શિશુ ગર્ભમા ઉછરી રહૃાાં હોય અને પછી જન્મ આપ્યો હોય તેવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની છે. ૧૯૯૮માં સાઉદી એરબિયાની ૪૦ વર્ષની એક મહિલાએ સાત બાળકોને જન્મ આપ્યો હતો. ૨૦૦૮માં ઇજીપ્તમાં ૨૭ વર્ષની એક મહિલાએ સાત સ્વસ્થ બાળકોની માતા બની હતી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleલોકશાહી બચાવવી હોય તો એકજુથ થવું પડશે : મમતા બેનર્જી
Next articleઘરે બેઠા વાળને કલર કરાવવાના ચક્કરમાં મહિલાને મોટી કિંમત ચૂકવવી પડી !!!