માતા-પિતા બીજી જગ્‍યાએ લગ્ન કરવાની વાતો કરતા યુવતિએ ઝેરી દવા પીધી

માતા-પિતા બીજી જગ્‍યાએ લગ્ન કરવાની વાતો કરતા યુવતિએ ઝેરી દવા પીધી
માતા-પિતા બીજી જગ્‍યાએ લગ્ન કરવાની વાતો કરતા યુવતિએ ઝેરી દવા પીધી

બગસરા તાલુકાના જુના ઝાંઝરીયા ગામે રહેતી યુવતિને હરેશ નામના વ્‍યકિત સાથે પ્રેમ સબંધ હોય અને તેમની સાથે લગ્ન કરવા ઇચ્‍છતા હોય જયારે ભોગ બનનારના માતા પિતા લગ્ન બીજી જગ્‍યાએ કરવાની વાતો કરતાં હોય જેથી ભોગ બનનારને લાગી આવતા પોતાના ઘરે ઓશરીમાં પડેલખડમાં નાખવાની ઝેરી દવા પી જતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી.

બાબરાના વલારડીમાં ફિનાઈલ પી જતાં

બાજુમાં રહેતા શખ્‍સે નશો કરેલ હાલતમાં બોલાચાલી કરી લાકડી લઈ મારવા દોડતા પગલું ભર્યુ અમરેલી.

બાબરા તાલુકાના વલારડી ગામે રહતી અંજલીબેન રાહુલભાઈ હેલૈયા ઉ.વ.૨૫તા.૨૬-૪ના સાંજે આશરે છએક વાગ્‍યે તેમના ઘર બહાર વાળતા હતાં. ત્‍યારે મહેશ કરશનભાઇ પરમાર દારૂ પીધેલ હાલતમાં આવી અંજલીબેન સાથે બોલાચાલી કરી ગાળો બોલી લાકડી લઇ મારવા દોડેલ હોય. આ બનાવ અંજલીબેનના મગજમાં સતત ભમ્‍યા કરતો હોય. તા. ૨૭-૪ના ૧૦-૦૦ કલાકે અંજલીબેંને પોતાના ઘરે પોતા મારતી વખતેફિનાઇલ પી જતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવી હતી.